FILE PHOTO- Supreme Court of India

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે મેરિટલ રેપના મામલે પતિને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ આપતા કાયદાની બંધારણીય યોગ્યતાની ચકાસણી કરશે. ભારતીય દંડ સંહિતા (IPC) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની જોગવાઈ મુજબ પતિ તેની પત્ની પર બળજબરીથી સેક્સ કરે તો પણ પતિ સામે રેપનો ગુનો બનતો નથી. સર્વોચ્ચ અદાલત આ મામલે વધુ સુનાવણી 22 ઓક્ટોબરે ફરી શરૂ કરશે.

સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે કેન્દ્રની દલીલ પર અરજીકર્તાઓના મંતવ્યો માંગ્યા હતાં. કેન્દ્રે દલીલ કરી હતી કે આવા કૃત્યોને સજાપાત્ર બનાવવાથી વૈવાહિક સંબંધોને ગંભીર અસર થશે અને લગ્ન સંસ્થા સામે ગંભીર જોખમ ઊભું થશે.

એક અરજદાર વતી વરિષ્ઠ વકીલ કરુણા નંદીએ પતિને રેપના ગુનામાં રક્ષણ આપતી કલમની વિરુદ્ધમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે બંધારણીય માળખમાં પુરુષપ્રધાન સત્તા અને દુર્વ્યવહારને કોઈ સ્થાન નથી તે બાબતનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. એક અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વેસે જણાવ્યું હતું કે નો મીન્સ નો. જો કોઈ મહિલા ‘ના’ કહે છે, તો તે ‘ના’ છે અને જો ‘બળાત્કાર’ થાય છે તો એફઆઈઆર દાખલ કરવી પડશે.આઈપીસીની કલમ 375ની અપવાદ કલમ હેઠળ જો કોઈ પુરુષ તેની પત્ની સાથે જાતીય સંભોગ અથવા જાતીય કૃત્યો કરે તો તે બળાત્કાર નથી. જોકે પત્ની સગીર ન હોવી જોઇએ.

LEAVE A REPLY