ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ સાઉથ આફ્રિકા સામે ત્રિકોણીય સીરિઝની મેચ દરમિયાન આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદી સહિત કુલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. બુધવારે રમાયેલી મેચમાં આફ્રિકન બેટ્સમેન મેથ્યુ બ્રીટ્ઝકે રન દોડવા જઈ રહ્યો હતો ત્યારે આફ્રિદીએ ઈરાદાપૂર્વક તેને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણથી બંને વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. અન્ય એક બનાવમાં બવુમાને રનઆઉટ કર્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓ શકીલ અને સબ્સ્ટિટ્યૂટ ખેલાડી ગુલામે તેની નજીક જઈને ઉજવણી કરતા તમામને આઈસીસીએ દંડ કર્યો હતો. શાહીન શાહ આફ્રિદીને 25 ટકા મેચ ફી, શકીલ અને ગુલામને 10 ટકા મેચ ફી ઉપરાંત એક ડીમેરિટ પોઈન્ટનો દંડ કરાયો હતો.

LEAVE A REPLY