(ANI Photo)

સન્ની દેઓલ અને અમીષા પટેલ અભિનિત બહુચર્ચિત ફિલ્મ ‘ગદ્દર 2’ સુપરહિટ ફિલ્મોની યાદીમાં સ્થાન પામી શકી નહોતી. આ સીકવલની ફિલ્મોમાં મૂળ વાત ભારત-પાકિસ્તાનના પ્રેમીઓ તારાસિંગ અને સકીનાની છે. કહેવાય છે કે આ ફિલ્મમાં પોતાના મોટી ઉંમર મહિલાની ભૂમિકા અંગે અમીષા પટેલ ખુશ નહોતી. તેણે થોડા દિવસ અગાઉ આપેલા નિવેદને આવી ચર્ચાઓને પ્રોત્સાહન આપ્યું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.

આ અંગે તાજેતરમાં ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ કહ્યું હતું કે, અમીષા પટેલને આ ભૂમિકા ભજવવામાં થોડી મુંઝવણ અને ખચકાટ હતો. અમીષાએ કહ્યું હતું કે તેને પ્રથમ ફિલ્મની જેમ યુવાન અમીષાને જ બનવું ગમશે, તે મા બની શકે પણ 100 કરોડ ફી આપો તો પણ વૃદ્ધ સાસુની ભૂમિકા ન ભજવી શકે. અમીષાએ સોશિયલ મીડિયામાં પોતાનો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “અનિલ શર્મા, આ માત્ર એક ફિલ્મ છે, કોઈ પરિવારની વાસ્તવિકતા નથી. પડદા પર હું શું કરવા ઇચ્છુ છું અને શું નહીં એ હું જ નક્કી કરી જ. મને તમારા પ્રત્યે ઘણું માન છે, પરંતુ હું ગદ્દરમાં કે કોઈ પણ બીજી ફિલ્મમાં સાસુનો રોલ ક્યારેય નહીં કરું, તમે 100 કરોડની ઓફર કરો તો પણ. જેમ તમે જાણો છો, મેં ગદ્દર 2માં માતાની ભૂમિકા ભજવી હતી, કારણ કે 23 વર્ષ પહેલાં મેં પ્રથમ ગદ્દરમાં એ કરવાનું પસંદ કર્યું હતું. મને આ ફિલ્મનું ગૌરવ છે અને હંમેશા રહેશે. પરંતુ આ જીવનમાં, હું સાસુની ભૂમિકા ભજવું એના કરતાં હું ઘેર આરામ કરવાનું પસંદ કરીશ.”

LEAVE A REPLY