(ANI Photo/R. RAVEENDRAN)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ત્રણ દિવસની યુએસ મુલાકાત દરમિયાન આગામી સપ્તાહે તેમને મળશે. રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારે આયાત ટેરિફના મુદ્દે ભારતને “દુરુપયોગકર્તા” દેશ ગણાવીને ભારતની નિંદા કરી હતી, પરંતુ મોદીને ‘ફેન્ટાસ્ટીક મેન’ ગણાવ્યાં હતાં. વડાપ્રધાન મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાત લેવાના છે.

તાજેતરના હત્યાના પ્રયાસ પછી મંગળવારે પ્રથમ વાર જાહેરમાં દેખાયેલા ટ્રમ્પે કહ્યું હતું કે મોદી યુએસમાં હશે ત્યારે આવતા અઠવાડિયે તેમને મળશે. ભારત આયાતો પર જંગી ટેરિફ લાદતું હોવાના આક્ષેપનો પુનરોચ્ચાર કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત ખૂબ જ મોટો દુરુપયોગ કરનાર દેશ છે. તેઓ (મોદી) આવતા અઠવાડિયે મને મળવા આવશે. મોદી શાનદાર વ્યક્તિ છે. મારો મતલબ, શાનદાર વ્યક્તિ. આમાંના ઘણા નેતાઓ અદભૂત છે. મિશિગનમાં ફ્લિન્ટ ખાતે ટાઉન હોલ મીટિંગ દરમિયાન ટ્રેડ એન્ડ ટેરિફ અંગેની વાતચીત દરમિયાન ટ્રમ્પે આ ટીપ્પણીઓ કરી હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે આ લોકો સૌથી તીક્ષ્ણ લોકો છે. તેઓ થોડા પણ પાછળના નથી…તમે અભિવ્યક્તિ જાણો છો, તેઓ તેમની રમતમાં ટોચ પર છે અને તેઓ તેનો ઉપયોગ આપણી સામે કરે છે. ભારત ખૂબ જ અઘરો દેશ છે. બ્રાઝિલ ખૂબ જ અઘરો દેશ છે….ચીન તે બધામાં સૌથી અઘરો દેશ છે, પરંતુ અમે ટેરિફ સાથે ચીનનો સામનો કરતાં હતાં. અમે પારસ્પરિક વેપાર કરવા જઈ રહ્યા છીએ. જો કોઈ અમારી પર 10 ટકા ટેરિફ લાદે છે, જો તેઓ અમારી પર 2 ડોલર ટેરિફ લાદે છે, અને જો તેઓ અમારી પર 100 ટકા, 250 ચાર્જ કરે છે, તો અમે તેમની પાસેથી સમાન ચાર્જ લઈશું. અને શું થવાનું છે? આ બધું અદૃશ્ય થઈ જશે. અને અમે ફરીથી મુક્ત વેપાર કરવાનું સમાપ્ત કરીશું.

મોદી તેમના અમેરિકા પ્રવાસની શરૂઆત ડેવવેરમાં વિલ્મિંગ્ટન ખાતે પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયો હાજરી આપશે.

આ પછી મોદી ન્યૂયોર્ક જશે અને 22 સપ્ટેમ્બરે લોંગ આઇલેન્ડમાં એક મેગા કોમ્યુનિટી ઇવેન્ટને સંબોધશે. બીજા દિવસે યુએન હેડક્વાર્ટર ખાતે ભવિષ્યની ઘટનાની લેન્ડમાર્ક સમિટમાં તેઓ વિશ્વ નેતાઓને સંબોધશે. અમેરિકામાં પાંચ નવેમ્બરે પ્રેસિડન્ટની ચૂંટણી યોજવાની છે ત્યારે મોદી અમેરિકાની યાત્રાએ જઈ રહ્યાં છે.

ટ્રમ્પ પ્રેસિડન્ટ હતાં ત્યારે તેમના અને મોદી વચ્ચે ઉષ્માભર્યા સંબંધો હતાં. ટ્રમ્પ 2020માં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મોદીએ તેમના માટે અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક વિશાળ રેલી યોજી હતી. રેલીમાં ભાગ લેનારા લોકોએ રિપબ્લિકન નેતાને આવકારવા માટે “નમસ્તે ટ્રમ્પ” ટોપી પહેરી હતી.
મોદી 2019માં યુ.એસ.ની મુલાકાતે ગયા હતાં, ત્યારે તેમણે અને ટ્રમ્પે “હાઉડી, મોદી!” ઇવેન્ટમાં એકબીજાના ભરપૂર વખાણ કર્યા હતાં. ટેક્સાસની આ ઇવેન્ટમાં 50,000થી વધુ લોકોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY