કેલિફોર્નિયાની ભીષણ આગ આગ બુધવારે હોલિવૂડ હિલ્સ સુધી ફેલાઈ હતી અને પ્રખ્યાત મુવી ઇમારતો સહિત અનેક સેલિબ્રિટીના બંગલા બળીને ખાખ થયા હતાં. મેન્ડી મૂર, અન્ના ફારિસ, પેરિસ હિલ્ટન, બોઝોમા સેન્ટ જોન, જેફ બ્રિજીસ, બિલી ક્રિસ્ટલ, સ્પેન્સર પ્રેટ અને હેઈડી મોન્ટાગ, કેરી એલ્વેસ, જેમ્સ વુડ્સ, ડિયાન વોરેન, કેમેરોન મેથિસન, રિકી લેક, ઝેને આઈકો અને નિર્માતા લૌ એડલરનો પોતાના ઘરો ગુમાવ્યા હોવાને પુષ્ટિ આપી હતી.
જોન ગુડમેન અને એન્થોની હોપકિન્સના બંગલા પણ બળીને ખાખ થઈ ગયા હતાં.ધીસ ઈઝ અઝ સ્ટાર મૂરે શેર કર્યું હતું કે તેનું અલ્ટાડેના ઘર ઈટન આગમાં ઘર બળીને ખાખ થઈ ગયું છે. ક્રિસ્ટલ અને તેની પત્ની જેનિસે પુષ્ટિ આપી હતી કે પેસિફિક પેલિસેડ્સની આગમાં લગભગ પાંચ દાયકાના જૂના તેના ઘરનો નાશ થયો હતો.
પેરિસ હિલ્ટને જણાવ્યું હતું કે તેનું માલિબુ ઘર જંગલની આગમાં નાશ પામ્યું હતું તે જાણ્યા પછી તેને ખૂબ દુઃખ લાગ્યું હતું. મારા પરિવાર સાથે બેસીને, સમાચાર જોવું અને લાઇવ ટીવી પર માલિબુમાં અમારું ઘર સળગતું જોવું એ એવી વસ્તુ છે જે કોઈએ ક્યારેય અનુભવવી ન જોઈએ.મેલ ગિબ્સને જણાવ્યું હતું કે આગમાં તેનું ઘર જમીન પર બળી ગયું હતું
ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બુધવારે સાંજે હોલીવુડ હિલ્સમાં નવી આગ ફાટી નીકળી હતી. લોસ એન્જેલસ ફાયર વિભાગે હોલીવુડ બુલવર્ડ, મુલ્હોલેન્ડ ડ્રાઇવ, 101 ફ્રીવે અને લોરેલ કેન્યોન બુલવર્ડ વિસ્તારના લોકો માટે સ્થળાંતરનો આદેશ જારી કર્યો હતો. આ તમામ વિસ્તારો હોલિવૂડના જાણીતી સેલિબ્રિટીના ઘરના સરનામા છે. આ વિસ્તારમાં ડોલ્બી થિયેટર છે, જ્યાં ઓસ્કાર યોજાય છે.
બાઇડને 3 દિવસની ઇટાલી યાત્રા રદ કરી
કેલિફોર્નિયામાં ભયાનક દાવાનળને કારણે પ્રેસિડન્ટ જો બાઇડને તેમની 3 દિવસની ઇટાલી મુલાકાત રદ કરી હતી અને વોશિંગ્ટનમાં રહેવાનું પસંદ કર્યું હતું. પ્રેસિડન્ટ તરીકે રોમ અને વેટિકનની આ તેમની છેલ્લી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેઓ પોપ ફ્રાન્સિસ, ઇટાલીને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીને મળવાના હતાં.