વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગ સાથે (PTI PHOTO) (PTI09_05_2024_RPT32B)
સિંગાપોર અને ભારતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના ક્ષેત્રમાં ભાગીદાર અને સહકાર માટે કરાર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની હાજરીમાં મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)ની આપ-લે કરાઈ હતી.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ MOUનો ઉદ્દેશ ભારતના વિકસતા સેમિકન્ડક્ટર ઉદ્યોગને ટેકો આપવાનો છે, જ્યારે સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓની ઇકોસિસ્ટમ અને સંબંધિત સપ્લાય ચેઇનને ઝડપથી વિકસતા ભારતના બજારમાં મદદ કરવાનો છે.
ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહનો અને ઉત્પાદન ક્ષેત્રોમાં મજબૂત સ્થાનિક માંગને કારણે ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનવા ઈચ્છે છે. બીજી તરફ સિંગાપોરમાં એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ છે, જે ભારતની ઇન્ડસ્ટ્રીમાં ભાગીદાર બનવા માગે છે.આ સમજૂતી મુજબ બંને દેશો સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એકબીજાની મજબૂતાઈનો ઉપયોગ કરશે અને વિશ્વ માટે મજબૂત સપ્લાય ચેઇન ઊભી કરશે.

LEAVE A REPLY