(ANI Photo)

ભારત અને અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન્સ અને ગ્રીન એનર્જી એપ્લીકેશન્સમાં ઉપયોગ માટેની ચિપ્સ બનાવવા માટે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો છે, એમ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું. યુએસ પ્રમુખ જો બાઇડન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંનેએ આ કરારને “વોટરશેડ એરેજમેન્ટ” ગણીને બિરદાવ્યો હતો.

આ એવો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં અમેરિકાની મિલિટરી ભારત સાથે ખૂબ જ મૂલ્યવાન ટેકનોલોજીમાં ભાગીદારી માટે સંમત થઈ છે. અદ્યતન સેન્સિંગ, કોમ્યુનિકેશન અને પાવર ઇલેક્ટ્રોનિક્સ પર કેન્દ્રિત કરતાં આ પ્લાન્ટ માટે ભારત સેમિકન્ડક્ટર મિશનના તેમજ ભારત સેમી, 3rdiTech અને યુએસ સ્પેસ ફોર્સ વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદાર થઈ છે.

આ પ્લાન્ટમાં ઇન્ફ્રારેડ, ગેલિયમ નાઇટ્રાઇડ અને સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન થશે. ભારત-યુએસ નાગરિક પરમાણુ કરાર સાથે સરખામણી કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે “શક્તિ” નામનો આ પ્રોજેક્ટ ભારતીય બિઝનેસો અને યુએસ સ્પેસ ફોર્સ વચ્ચેની પ્રથમ ટેકનોલોજી ભાગીદારી હશે. આ પ્રોજેક્ટ એડવાન્સ સેન્સિંગ, એડવાન્સ્ડ કમ્યુનિકેશન અને હાઇ વોલ્ટેજ પાવર ઇલેક્ટ્રોનિક્સ સહિતના આધુનિક યુદ્ધ માટેના ત્રણ આવશ્યક સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ત્રણેય ક્ષેત્રોમાં રેલ્વે, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ અને ગ્રીન એનર્જી જેવા વ્યાપારી ક્ષેત્રો માટે પણ વિશાળ જરૂરિયાતો છે.

ઇન્ફ્રારેડ, ગેલિયમ નાઇટ્રાઇડ અને સિલિકોન કાર્બાઇડનો સમાવેશ સેમિકન્ડક્ટર કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર કેટેગરીમાં થાય છે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે આ સેમિકન્ડક્ટર્સ માટે ભારતનું વર્તમાન આયાત બિલ વાર્ષિક 1 અબજ ડોલર છે.

LEAVE A REPLY