તાજેતરની સંસદમાં વિક્રમરૂપ એથનિક સાસંદો ચૂંટાઇ આવ્યા છે ત્યારે બ્રિટિશ ભારતીય સાંસદોએ ભગવદ ગીતા અને ગટકા પર હાથ મૂકીને પોતાના હોદ્દાના શપથ લીધા હતા. તા. 9ના રોજ વિપક્ષના નેતા તરીકે શપથ લેનાર ઋષિ સુનકે ભગવદ્ ગીતાને તેમના જમણા હાથમાં પકડીને પરંપરાગત લખાણ વાંચ્યું હતું કે “હું સર્વશક્તિમાન ભગવાનના શપથ લઉં છું કે હું વફાદાર રહીશ અને કાયદા અનુસાર, મહામહિમ રાજા ચાર્લ્સ, તેમના વારસદારો અને અનુગામીઓ પ્રત્યે સાચી નિષ્ઠા રાખીશ. તો ભગવાન મને મદદ કરો.”

છેલ્લા 37 વર્ષમાં પ્રથમ વખત લેસ્ટર ઈસ્ટની સીટ જીતનાર પ્રથમ ટોરી સાંસદ બ્રિટિશ ભારતીય શિવાની રાજા અને લેબર માટે વેલ ઓફ ગ્લેમોર્ગન બેઠક જીતનાર વેલ્સના પ્રથમ ભારતીય સાંસદ કનિષ્ક નારાયણે ગીતા હાથમાં રાખીને શપથ લીધા હતા. તો લંડનના હેરો ઈસ્ટના સાસંદ અને બ્રિટિશ હિંદુઓ માટેની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના અધ્યક્ષ ટોરી વેટરન બોબ બ્લેકમેને શપથવિધિ માટે ‘ગીતા’ અને ‘કિંગ જેમ્સ બાઇબલ’ બંને હાથમાં રાખવાનું પસંદ કર્યું હતું.

બ્રિટિશ શીખ સાંસદો ટેન ઢેસી, ગુરિન્દર સિંઘ જોસન, હરપ્રીત ઉપ્પલ, સતવીર કૌર અને વારિન્દર સિંઘ જુસે તેમના હાથમાં કોઈ લખાણ રાખ્યા વિના શીખ ગ્રંથોના શપથ લીધા હતા. તો પ્રીત કૌર ગીલે, લાલ સ્કાર્ફથી માથું ઢાંક્યું હતું અને કપડામાં લપેટાયેલા સુંદર ગટકા પ્રાર્થના પુસ્તકને સાથે રાખ્યું હતું.

કેન્ટના એશફર્ડના લેબર સાંસદ અને મૂળ કેરળના સોજન જોસેફે શપથ માટે ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ બાઈબલના લખાણને પસંદ કર્યું હતું. જ્યારે પ્રીતિ પટેલ અને ક્લેર કોટિન્હો તેમજ લિબરલ ડેમોક્રેટના મુનિરા વિલ્સન દ્વારા ‘કિંગ જેમ્સ બાઇબલ’ની પસંદગી કરાઇ હતી.

સાંસદો બિન-ધાર્મિક સમર્થન પસંદ કરી શકે છે. અપક્ષ સાસંદો શોકત આદમ, ઈકબાલ મહેમૂદ, ટોરી સાંસદ ગગન મોહિન્દ્રા અને લેબરના લિસા નંદી અને સીમા મલ્હોત્રા, ટોરી સાંસદ ડૉ. નીલ શાસ્ત્રી-હન્ટ, લેબરના જીવુન સંધર અને સોનિયા કુમારે તેમની વફાદારીની પ્રતિજ્ઞા જાહેર કરવાનું પસંદ કર્યું.

 

00000

https://x.com/ShivaniRaja_LE?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Eembeddedtimeline%7Ctwterm%5Escreen-name%3AShivaniRaja_LE%7Ctwcon%5Es1_c1

LEAVE A REPLY