પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (ANI Photo)

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં રાજ્યકક્ષના હિન્દુ પ્રધાન પર વિવાદાસ્પદ સિંચાઇ કેનાલ પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહેલા લોકોએ હુમલો કર્યો હતો. વડાપ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારમાં ધાર્મિક બાબતોના રાજ્ય પ્રધાન ખીલ દાસ કોહિસ્તાની શનિવારે પ્રાંતના થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમના કાફલા પર ટામેટાં અને બટાકાથી હુમલો કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોહિસ્તાની આ હુમલામાં સુરક્ષિત રહ્યા હતા.દરમિયાન, પોલીસે કોહિસ્તાનીના કાફલા પર હુમલામાં સંડોવણી બદલ સિંધ તરકી પાસંદ પાર્ટીના નેતા સૈયદ જલાલ શાહની ધરપકડ કરી હતી. તેમના પક્ષના ઘણા કાર્યકરો સામે પણ ફરિયાદ દાખલ કરાઈ હતી.

વડા પ્રધાન શાહબાઝે કોહિસ્તાની પર થયેલા હુમલાની આકરી નિંદા કરી હતી અને તેમને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ પર હુમલો અસ્વીકાર્ય છે. આ ઘટનામાં સામેલ વ્યક્તિઓને ઉદાહરણરૂપ સજા આપવામાં આવશે.કોહિસ્તાની શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સભ્ય છે અને દેખાવકારોએ પાર્ટીની સંઘીય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.

LEAVE A REPLY