અદાણી ગ્રુપ સહિતના બિઝનેસ ગ્રુપો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરનારા ન્યૂયોર્ક સ્થિત ઇન્ડનબર્ગ રીસર્ચના પાટિયા પડી જશે. આ ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપનીના સ્થાપક નેટ એન્ડરસને હિન્ડનબર્ગની વેબસાઇટ પર જણાવ્યું હતું કે “મેં હિંડનબર્ગ રિસર્ચને વિખેરી નાખવાનો નિર્ણય કર્યો છે. અમે જે આઇડિયા પર કામ કરી રહ્યા હતાં તેની પાઈપલાઈન પૂરી કર્યા પછી આ યોજના સમાપ્ત થઈ ગઈ છે.
એન્ડરસનની આ જાહેરાતની સાથે વિશ્વભરના બિઝનેસ સામ્રાજ્યોને હચમચાવી નાખનાર અને બજાર મૂલ્યોમાં અબજોનું ધોવાણ કરનારી એક કંપનીનો અંત આવ્યો હતો. એન્ડરસને જણાવ્યું હતું કે અમે જરૂરી હતી તેવા કેટલાક સામ્રાજ્યોને હચમચાવી દીધા હતાં.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળે તેના થોડા દિવસો પહેલા તેમણે આ જાહેરાત કરી હતી. જોકે લએન્ડરસને સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય પાછળ કોઈ ખાસ ધમકી અથવા વ્યક્તિગત મુદ્દોનથી. હિંડનબર્ગે 2022માં અદાણી જૂથને નિશાન બનાવ્યું હતું. ભારતની સુપ્રીમ કોર્ટે પણ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી હતી
