સ્ટોક-ઓન-ટ્રેન્ટના હેનલીમાં સેંકડો વિરોધીઓ ભેગા થયા બાદ દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. બે પુરૂષોને આ તોફાનોમાં સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘણા બિઝનેસીસ તોફાનોને કારણે વહેલા બંધ કરાયા હતા.

કાઉન્સિલર જેન એશવર્થે જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટપણે આ વિરોધો અને તેમની સાથે સંકળાયેલા હિંસક વર્તનની નિંદા કરીએ છીએ. તેમનો વિભાજનનો સંદેશ સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં અમે જે કંઈપણ માટે ઊભા છીએ તેની વિરુદ્ધ જાય છે.”

શનિવારે હેનલીની શેરીઓમાં રમખાણ કરવાના આરોપ બદલ પકડાયેલા ઓછામાં ઓછા સાત લોકો સ્થાનિક અથવા પડોશી નગર ન્યુકાસલ-અંડર-લાઈનના છે. હિંસક અવ્યવસ્થા અથવા શસ્ત્રો ધરાવવાના આરોપ બદલ 15 અને 16 વર્ષના છોકરાઓને પકડવામાં આવ્યા હતા.

શનિવારે બે માણસોને છરા માર્યા હોવાની અફવાઓ બાદ સેંકડો વિરોધીઓ હેનલીનાં રોડ પર ઉતરી આવ્યા હતા. જો કે પોલીસે કહ્યું હતું કે આવી કોઈ છરાબાજીની જાણ થઈ નથી.

LEAVE A REPLY