
ન્યુ યોર્ક સિટીની હડસન નદીમાં ગુરુવારે એક ટુરિસ્ટ હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ બાળકો સાથેનો સ્પેનિશ પરિવાર અને પાઇલટ સહિત તમામ છ લોકોના મોત થયા હતા. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, જર્મની સ્થિત ટેકનોલોજી કંપની સિમેન્સના એક્ઝિક્યુટિવ ઓગસ્ટિન એસ્કોબાર પણ માર્યા ગયેલા લોકોમાં સામેલ હતા
ન્યૂ યોર્ક હેલિકોપ્ટર ટુર્સ દ્વારા સંચાલિત બેલ 206 હેલિકોપ્ટર ડાઉનટાઉન હેલિકોપ્ટર પેડથી ઉડાન ભરીને હડસન નદી ઉપર ઉત્તર તરફ ગયું હતું.
અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હવાઈ દુર્ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે તાજેતરનો મામલો મેનહેટ્ટનથી સામે આવ્યો છે.
આ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક ટુરિસ્ટ હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત 6 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના 5 લોકોનો એક પરિવાર સામેલ છે.
