જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષના કારણે જનજીવન ખોરવાયું હતું અને રસ્તાઓ બ્લોક થતાં અનેક પ્રવાસીઓ ફસાયા હતા. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 8 ઈંચ, ગાંદરબલમાં 7 ઈંચ, સોનમર્ગમાં 8 ઈંચ બરફવર્ષા થઈ હતી. શ્રીનગર-જમ્મુ હાઈવે પણ બરફના કારણે બંધ કરાયો હતો. ખરાબ હવામાનને કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટ ટેકઓફ થઈ ન હતી. રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
હિમાચલ પ્રદેશમાં રવિવારે રાત્રે વાવાઝોડા સાથે હિમવર્ષા થઈ હતી. 24 કલાકમાં રોહતાંગના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાંર 3 ફૂટથી વધુ બરફ જમા થયો હતાં. અટલ ટનલ પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો.બીજી તરફ દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં શનિવાર સવાર સુધી એક જ દિવસમાં 41.2 મીમી વરસાદ નોંધાયો હતો. 101 વર્ષમાં ડિસેમ્બરમાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ હતો.