શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024, કચ્છ જિલ્લાના કોઠારા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તાર. (PTI Photo)

ગયા સપ્તાહના મેઘપ્રકોપમાંથી માંડ રાહત મળી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા ભાવનગર, આણંદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના બાકીના મોટાભાગના વિસ્તારમાં 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

2 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

3 સપ્ટેમ્બરે વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે. 4 સપ્ટેમ્બર, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને આણંદ અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. દરમિયાન, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને બોટાદમાં ભારે વરસાદની યલો વોર્નિંગ અપાઈ હતી.

5 સપ્ટેમ્બરે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિત ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

LEAVE A REPLY