પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફરી ચાલુ થયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં 15થી 17 એપ્રિલ સુધી હીટવેટની ચેતવણી જારી કરી હતી. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છ માટે યલો એલર્ટ જારી કર્યો હોવાથી આ જિલ્લાઓ ફરી અગનભઠ્ઠી બનવાની ધારણા છે. રાજ્યમાં ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે અને તે પછી તેમાં આંશિક રાહત મળશે.

મંગળવાર, 14 એપ્રિલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ૨૦થી ૨૫ કિમીની તીવ્ર ઝડપે પવન ફૂંકાવા સાથે બપોરનું તાપમાન પણ ઉંચકાયું હતું. બુધવારે રાજ્યમાં સર્વાધિક તાપમાન કંડલામાં ૪૩.૬, અમદાવાદમાં ૪૨.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, રાજકોટ અને ભાવનગરમાં ૪૨.૨ તેમજ ડીસા, વડોદરા, સુરત, ભૂજ, મહુવા સહિતના સ્થળે પણ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

LEAVE A REPLY