(PTI Photo/Kamal Kishore)

ગુજરાત સહિત સમગ્ર ઉત્તરભારતમાં ગુરુવારે પણ કાળકાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે રાજ્યનું સૌથી વધુ 46.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ દિલ્હીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ 25.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાત્રે પણ લોકો શેકાયા હતાં. જરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં ગરમીનો પારો 43ને પાર કરી ગયો હતો અને રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ અને આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યુ હતુ. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

રાજ્યના બુધવારે સર્વાધિક તાપમાન કંડલામાં 45.6 નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43 કે તેથી વધુ ડિગ્રી પર રહ્યો હતો.

હવામાન વિભાગે 10-11 એપ્રિલે રાજસ્થાન, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી હોવાથી ગરમીપમાં રાહત મળવાની ધારણા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં તીવ્ર હીટવેવની સ્થિતિ જળવાઈ રહેવાની ધારણા છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું હોવાથી ૧૦-૧૧ એપ્રિલે બિકાનેર, જયપુર, ભરતપુર અને જોધપુર ડિવિઝનના વિસ્તારોમાં પ્રતિકલાક 40થી 50 કિમીના ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું અને હળવા વરસાદની ધારણા છે.દિલ્હી બુધવારે સતત ત્રીજા દિવસે હીટવેવમાં શેકાયું હતું. દિવસની કાળઝાળ ગરમી પછી રાત્રે પણ તાપમાન 25.6 ડિગ્રી જેટલું ઊંચું રહેતા દિલ્હીવાસીઓને એપ્રિલમાં સિઝનની પહેલી ‘ગરમ’ રાતનો અનુભવ થયો હતો. સોમવારે દિલ્હીમાં સિઝનની પહેલી હીટવેવ નોંધાઈ હતી. સોમવારે મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

LEAVE A REPLY