હીથ્રો એરપોર્ટના અટકેલા વિસ્તરણ પર ‘વર્ષોની શંકાનો અંત’ આવ્યો છે અને તેના ત્રીજા રનવે અને નવા ટર્મિનલ માટેની યોજનાઓ સાથે આગળ વધનાર છે. આ યોજનાને ચાન્સેલર રશેલ રીવ્સે ટેકો આપ્યો છે.
એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ થોમસ વોલ્ડબાય બુધવારે આ યોજનાની જાહેરાત કરનાર છે. રોગચાળાએ મુસાફરોની સંખ્યામાં ઘટાડો કર્યા બાદ આ વિસ્તરણ યોજવાઓને સ્થગિત કરવામાં આવી હતી.
રીવ્સે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે સંસદના અંત સુધીમાં કામકાજ શરૂ થાય અને 2035 સુધીમાં ફ્લાઇટ્સ શરૂ થાય. એરપોર્ટ સમર સુધીમાં સરકારને તેની યોજનાઓ સુપરત કરશે, અને 18થી 24 મહિનામાં ઔપચારિક પ્લાનીંગ એપ્લીકેશન રજૂ કરવામાં આવશે.
આ યોજનાઓ થકી હીથ્રો પરની વાર્ષિક ફ્લાઇટ મર્યાદા 480,000થી વધારીને 720,000 કરવામાં આવશે, જેમાં દરરોજ સરેરાશ સેંકડો ફ્લાઇટ્સ હશે અને હાલના માળખાને અપગ્રેડ કરશે. વિસ્તરણથી યુકેના રોકાણ અને આર્થિક વિકાસને વેગ મળશે.”
નવા રનવેની સાથે સાથે, માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારાઓ કરાશે અને વધુ મુસાફરો માટે ટર્મિનલ 2 અને 5 ને વિસ્તૃત કરાશે.
હીથ્રોએ તેના ઇતિહાસમાં સૌથી વ્યસ્ત જાન્યુઆરી માસમાં 6.3 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
