
એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે હીથ્રો એરપોર્ટ બંધ કરી દેનાર સબસ્ટેશનમાં લાગેલી આગ બાબતે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.
નેશનલ એનર્જી સિસ્ટમ ઓપરેટર ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી સિક્યુરિટી અને નેટ ઝીરોએ જણાવ્યું હતું કે ‘’બ્રિટનના વીજળી ગ્રીડનું સંચાલન કરતી NESOની આગેવાની હેઠળની આ તપાસ ઘટનાનું “સ્પષ્ટ ચિત્ર” રજૂ કરશે અને યુકેની ઊર્જા સ્થિતિસ્થાપકતાનું વધુ વ્યાપક નિર્માણ કરશે જેથી તે “ફરીથી ક્યારેય ન આવો બનાવ ન બને. NESO, તેના પ્રારંભિક તારણો સાથે છ અઠવાડિયામાં પાવર રેગ્યુલેટર ઓફજેમ અને સરકારને રિપોર્ટ કરે તેવી અપેક્ષા છે. અમે શું થયું અને કયા પાઠ શીખવાની જરૂર છે તે યોગ્ય રીતે સમજવા માટે કટિબદ્ધ છીએ.’’
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે “શું થયું તેને ઓળખવું હિતાવહ છે.”
