દુનિયાનું ચોથું સૌથી વ્યસ્ત ફ્લાઇટ હબ હોવા છતાં લંડન હીથ્રો (LHR)એ વિશ્વના સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટનો દરજ્જો ગુમાવ્યો છે અને જોડાણ માટેના વૈશ્વિક એરપોર્ટ રેન્કિંગમાં નીચે આવી છેક 12મા ક્રમે આવી ગયું છે.
હાલમાં ઇસ્તંબુલ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટ છે, જે 309 અલગ-અલગ સ્થાનો માટે ફ્લાઇટ્સ ધરાવે છે. હકીકત એ છે કે ટર્કિશ એરલાઇન્સ વિશ્વમાં સૌથી વધુ વ્યાપક એર નેટવર્ક છે. બીજા ક્રમે ફ્રેન્કફર્ટ (296 સ્થળો), ત્રીજા ક્રમે પેરિસ ચાર્લ્સ ડી ગલ (282 સ્થળો) અને એમ્સ્ટરડેમ અને શિકાગો ઓ’હેરે એરપોર્ટ 270 સ્થળો સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે આવ્યા હતા.
ઉડ્ડયન વિશ્લેષક સિરિયમ દ્વારા કરાયેલા નવા સર્વે મુજબ પાછલા એક વર્ષમાં હિથ્રો વિશ્વના 221 સ્થળો સાથે હીથ્રો જોડાણ ધરાવે છે. લંડન ગેટવિક આ ક્ષેત્રે માત્ર બે સ્થાન પાછળ છે અને વિશ્વવ્યાપી યાદીમાં 14મા સ્થાને આવે છે અને તે 218 સ્થળો માટે સેવા આપે છે.
LHR તમામ હબ કરતાં વધુ વ્યસ્ત હોવા છતાં, ગયા વર્ષે 79 મિલિયનથી વધુ મુસાફરો તેમાંથી પસાર થયા હતા. જો કે વધુ સકારાત્મક સમાચાર એ છે કે વેસ્ટ લંડન સ્થિત હીથ્રો એરપોર્ટ રોગચાળા પહેલા કરતાં ઘણું સારું કામ કરી રહ્યું છે.
LHR એ લંડન અને યુકેનું સૌથી મોટું એરપોર્ટ છે અને ટાઈમ આઉટ પર હિથ્રોને વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ્સમાંના એક તરીકે ઓળખાવ્યું હતું. તે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી વ્યસ્ત બની રહ્યું છે.