લંડનમાં આવેલા લંડનમાં ભારતીય હાઇકમિશન ખાતે ક્રિસમસની ઉજવણી કરાઇ હતી અને આ પ્રસંગે ઈન્ડિયા હાઉસને ક્રિસમસની રોશનીથી શણગારીને તહેવારોની સીઝનની ઉજવણી કરવા ભારતીય વાનગીઓની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરાયું હતું. જેમાં ડાયસ્પોરા સંસ્થાઓ અને ભારતીય ચર્ચના પ્રતિનિધિઓના વિશાળ સ્પેક્ટ્રમને એકસાથે લવાયા હતા.

તા. 12ના રોજ સાંજે સાંજે યોજાયેલ ઉજવણીમાં પ્રવચન કરતા કેથોલિક ચર્ચનું ગ્રેટ બ્રિટનમાં પોપ ફ્રાન્સિસના એપોસ્ટોલિક નુન્સિયો તરીકે પ્રતિનિધિત્વ કરતા આર્કબિશપ મિગુએલ મૌરી બુએન્ડિયાએ કહ્યું હતું કે “ખાસ કરીને આ સમયે જ્યારે વિશ્વને ઉપચાર અને સમાધાનની જરૂર છે ત્યારે આ ક્રિસમસ પર્વે પવિત્ર પિતાની પ્રાર્થના એ છે કે આપણે બંધુત્વ, ઉદારતા અને સમજણમાં વૃદ્ધિ પામીએ, મિત્રતા અને પરસ્પર આદરના મજબૂત બંધનનું નિર્માણ કરીએ.”

ઇન્ડિયા હાઉસના ભવ્ય ગાંધી હોલને ભવ્ય ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવ્યો હતો. ઓપેરા ગાયક આનંદો મુખર્જી અને બર્નાર્ડી મ્યુઝિક ગ્રૂપની આગેવાની હેઠળ જાઝ અને ‘સાઇલન્ટ નાઇટ’ અને ‘જોય ટુ ધ વર્લ્ડ’ જેવા કેટલાક પ્રખ્યાત ક્રિસમસ કેરોલ્સની ધૂનથી હોલ ગુંજી ઉઠ્યો હતો.

યુકે સ્થિત ભારતીય હાઇકમિશ્નર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે “ભારતના તમામ રાજ્યોમાં આ તહેવારોનો આનંદ તમામ સમુદાયોના તમામ સભ્યો દ્વારા સમાન ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને તે મારા માટે તહેવારોની મોસમનો જાદુ અને ભારતનો જાદુ બંને છે. આપણી પાસે આશા, આનંદ, પ્રેમ અને વહેંચણીનો આ સંદેશ આ ક્રિસમસમાં નવેસરથી યાદ અપાવે છે કે સૌથી વધુ મહત્વની આપણી સામાન્ય માનવતા છે.”

આ પ્રસંગે ગોઅન મૂળના શેફ ક્લેની રોડ્રિગ્સ દ્વારા બનાવાયેલા ટૂ-ટૂયર ક્રિસમસ કેક કપાવાનાં આવી હતી. તો કુર્ગ કોફીથી લઈને ભારતીય વાઇન અને વ્હિસ્કીનું ટેસ્ટીંગ કરાવાયું હતું. સળંગ બીજા વર્ષે યોજાયેલ ઉત્સવમાં એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) તરફથી વિવિધ પ્રકારની ઓફરો પ્રદર્શિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY