પ્રતિક તસવીર - Harrods (Photo by Hollie Adams/Getty Images)

વિશ્વ વિખ્યાત લક્ઝરી લંડન સ્ટોર હેરોડ્સમાં કામ કરતા માઇગ્રન્ટ ક્લીનર્સ ભેદભાવપૂર્ણ નવી હોલીડે પોલીસીના વિરોધમાં હડતાળ પાડવા તૈયારી કરી રહ્યા છે. નવી નીતિ અંતર્ગત કામદારોને મહત્તમ બે અઠવાડિયા સુધી જ રજા આપવામાં આવશે. જેના કારણે 50થી વધુ માઇગ્રન્ટ કામદારો વિદેશમાં વસતા તેમના પરિવારોને મળી શકવામાં અસક્ષમ બનશે.

હેરોડ્ઝ આ વર્ષે તેની 175મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. કામદારોના યુનિયન, યુનાઈટેડ વોઈસ ઓફ ધ વર્લ્ડ (UVW), એ હડતાળ માટે મતદાન કરવાના કામદારોના ઈરાદાની હેરોડ્સને જાણ કરી છે અને હડતાલની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સંભવિત ભેદભાવપૂર્ણ નીતિ બાબતે UVW કાનૂની કાર્યવાહીની પણ શોધ કરી રહી છે. હેરોડ્સ ખાતે યુવીડબ્લ્યુ ટીપ્સ માટે અને વેઇટિંગ અને કિચન સ્ટાફ માટે નોંધપાત્ર પગાર વધારા સહિત અગાઉ ત્રણ વખત જીત મેળવી ચૂક્યું છે.

LEAVE A REPLY