ANI_20230215037

ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગુરુવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે અને પત્ની નતાશા સ્ટેનકોવિક ‘પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા’ છે. બંનેના છૂટાછેડાની છેલ્લાં એક મહિનાઓથી અટકળો ચાલતી હતી અને હવે ગુરુવારની જાહેરાત સાથે તેને સત્તાવાર પુષ્ટિ મળી હતી.

હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે નિર્ણાયક ખેલાડી રહ્યો છે, સર્બિયાની નાગરિક નતાશાએ ફિલ્મોમાં કામ કર્યું છે અને મુંબઈમાં રહે છે. જાન્યુઆરી, 2020માં તેમના લગ્ન થયા હતા અને તેમને ચાર વર્ષનો પુત્ર અગસ્ત્ય છે.

ગુરુવારે એક સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકે લખ્યું હતું કે “4 વર્ષ સાથે રહ્યા પછી, નતાસા અને મેં પરસ્પર રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે મળીને અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. અમે માનીએ છીએ કે અલગ થવાનું અમારા બંનેના શ્રેષ્ઠ હિતમા છે. આ અમારા માટે એક અઘરો નિર્ણય હતો.  અમારો પુત્ર અગસ્ત્ય અમારા બંનેના જીવનના કેન્દ્રસ્થાને રહેશે અને અમે તેની ખુશી માટે અમે તેને જે કંઈ કરી શકીએ તે બધું કરીશું.

નતાસા એક સર્બિયન મોડલ છે. 2012માં તે ભારત આવી હતી. તેને પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં આઈટમ સોંગસ કરીને ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે બિગ બોસ 8 અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં દેખાઈ હતી.

LEAVE A REPLY