(PTI Photo)

ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની સોમવારે રાત્રે નિયુક્તિ કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર (65 વર્ષ)નું સ્થાન લીધું છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની ચૂંટણી સમિતિની બેઠક બાદ તરત જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો આદેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવાના કેન્દ્રના ‘મધરાત્રિના નિર્ણય’ની ટીકા કરી હતી અને તેને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન’ ગણાવ્યું હતું.

LEAVE A REPLY