this screengrab obtained from a video. Reuters TV via REUTERS
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સોમવારે એક ટાર્ગેટેડ હુમલામાં અજાણ્યા બંદૂકધારીઓએ બસામાં બેઠેલા ઓછામાં ઓછા 23 મુસાફરોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બંદૂકધારીઓએ પહેલા મુસાફરોને બસમાંથી નીચે ઉતર્યા હતા તેમની ઓળખ તપાસી હતી. આ મુસાફરો મોટાભાગે પંજાબ પ્રાંતના હતા. આ ઘટના બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં બની હતી.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક અયુબ ખોસોએ જણાવ્યું હતું કે એક પ્રતિબંધિત જૂથના આતંકવાદીઓએ મુસાખેલ જિલ્લાના રારાશિમ વિસ્તારમાં હાઇવે  બ્લોક કર્યો હતો અને 23 મુસાફરોને ઉતારી દીધા હતા.મુસાફરોને બસમાંથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમના રાષ્ટ્રીય ID કાર્ડ્સ પરથી ઓળખ થયા બાદ તેમની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મોટા ભાગના માર્યા ગયેલા લોકો દક્ષિણ પંજાબના હતાં અને કેટલાક ખૈબર પખ્તુનખ્વાના હતા.સશસ્ત્ર માણસોએ નજીકના પર્વતીય પ્રદેશમાં ભાગતા પહેલા હાઇવે પર લગભગ 12 વાહનોને આગ લગાવી દીધી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા.બલૂચિસ્તાનના મુખ્યપ્રધાન સરફરાઝ બુગતીએ આ આતંકવાદની ઘટનાની આકરી નિંદા કરી હતી.
ચાર મહિના પહેલા પણ આ વિસ્તારમાં પંજાબ પ્રાંતના લોકો પર ટાર્ગેટેડ હુમલો કરાયો હતો.  એપ્રિલમાં, નોશકી નજીક બસમાંથી નવ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને બંદૂકધારીઓએ તેમના આઈડી કાર્ડની તપાસ કર્યા પછી ગોળી મારીને હત્યા કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, બલૂચિસ્તાનના કેચ જિલ્લાના તુર્બતમાં અજાણ્યા બંદૂકધારીઓએ પંજાબના છ મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યાઓ નિશાન બનાવીને કરવામાં આવી હતી. તમામ પીડિતો દક્ષિણ પંજાબના જુદા જુદા વિસ્તારોના હતા, જે સૂચવે છે કે તેઓને તેમની વંશીય પૃષ્ઠભૂમિ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY