અમેરિકામાં ભારતીયો પર હુમલાની અનેક ઘટનાઓ બની રહી છે. વર્જિનિયા સ્ટેટમાં પણ એક ગુજરાતી વેપારી અને તેમની પુત્રી ક્રુર હત્યાની આઘાતજનક ઘટના નોંધાઇ હતી. આ ઘટનાના કારણે ભારતીય અને ગુજરાતી સમાજમાં ચિંતા વ્યાપી છે. સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં બની હતી. મૃતક પિતા-પુત્રી મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો હતા. 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રી પોતાના સ્ટોરમાં હતા, ત્યારે એક અશ્વેત વ્યક્તિ અચાનક સ્ટોરમાં આવીને તે બંને પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મૃતકોની ઓળખ પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને ઉર્વી તરીકે થઇ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરની ધરપકડ કરી હતી. હાલમાં હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, અને પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

 

LEAVE A REPLY