Suspicious death of second Gujarati student in Toronto in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
કેન્યાના જાણીતા બિઝનેસમેન અને મોમ્બાસા સિમેન્ટ કંપનીના માલિક હસમુખ પટેલનું 29 ઓગસ્ટે મોમ્બાસા કાઉન્ટીની પ્રીમિયર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતાં. આ બિલિયોનેર તેમની પાછળ તેમની પત્ની અને ત્રણ બાળકોને વિલાપ કરતાં છોડી ગયાં હતાં. માનવતાવાદી કાર્યો માટે જાણીતા હસમુખ પટેલ હસુ તરીકે પણ ઓળખતા હતાં.
પરિવારના જણાવ્યા મુજબ હસમુખ પટેલ બે દિવસથી અસ્વસ્થ હતાં અને તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ કમનસીબે ડોક્ટર્સ તેમનો જીવ બચાવી શક્યા નહીં.
મોમ્બાસાના ગવર્નર અબ્દુલસ્વામાદ શેરિફે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મોમ્બાસામાં મોમ્બાસા સિમેન્ટ કંપનીના ઉદ્યોગપતિ હસમુખ પટેલના નિધનના સમાચાર સાંભળીને અમને ઘણું દુઃખ થયું છે. હસમુખ પટેલને મોમ્બાસામાં સામાજિક સેવામાં તેમની સક્રિય ભાગીદારી તેમજ વંચિતો માટે તેમના ઉદાર સમર્થન માટે યાદ હંમેશા યાદ કરાશે. હું મોમ્બાસાની કાઉન્ટી સરકાર વતી પરિવાર અને મિત્રોને અમારી ઊંડી સંવેદના પાઠવું છું. અમે આ મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા છીએ.
જાણીતા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેઓ પોતાના પરોપકારી કાર્યોના કારણે વધુ પ્રખ્યાત બન્યાં હતા. હસમુખ પટેલ એક ઉદાર હ્રદયના વેપારી તરીકે જાણીતા હતા. હસમુખ પટેલ ફાઉન્ડેશન દ્વારા તેમણે દેશભરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સાથે મદદ કરી છે. તેમણે પર્યાવરણીય સંરક્ષણ માટે વિવિધ ઉદ્યોગોમાં વિવિધ ચેરિટેબલ કાર્યોને પણ સમર્થન આપ્યું છે.  તેમણે મોમ્બાસામાં કિરબાની ડમ્પસાઈટને પ્રવાસન સ્થળમાં બદલી નાંખવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
કિલિફીના ગવર્નર ગિડિયોન મુંગરોએ મોમ્બાસા સિમેન્ટના માલિકને એક આદરણીય ફેમિલી મેન તરીકે વખાણ્યા હતું. જેમણે હંમેશા તેમના સમુદાયને ટેકો આપ્યો અને તેની કાળજી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મને મારા પ્રિય મિત્ર અને મોમ્બાસા સિમેન્ટ કંપનીના માલિક હસમુખ પટેલના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. હસમુખ પટેલ એક આદરણીય ફેમિલી મેન હતાં અને તેમણે પોતાની કોમ્યુનિટીને સહકાર આપ્યો છે અને તેની કાળજી લીધી છે. તેમના પ્રિયજનો, મિત્રો અને તેમના સાથીઓને હું હ્રદયપૂર્વક સાંત્વના પાઠવું છું જેઓ આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે.

LEAVE A REPLY