Two farmers died allegedly due to cold in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સરકારે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા આશરે 1.50 લાખ ખેડૂતો માટે રૂ.350 કરોડના કૃષિ રાહત પેકેજની શુક્રવારે જાહેરાત કરી હતી. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જુલાઈ 2024 દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામે, ખેડૂતોના કૃષિ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. આ વિકટ પરિસ્થિતિના જવાબમાં, રાજ્ય સરકારે રૂ350 કરોડના  કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.

રાહત પેકેજની વિગતો આપતા પટેલે જણાવ્યું હતું કે જુલાઇ માસ દરમિયાન જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 45 તાલુકાઓમાં આશરે 4,06,892 હેક્ટર જમીન ભારે વરસાદથી પ્રભાવિત થઈ હતી.  અસરગ્રસ્ત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવા માટે કુલ 272 ટીમો બનાવવામાં આવી હતી. આ સર્વેના આધારે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે. ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે સ્થાપિત ધોરણોની ચર્ચા કરતાં પ્રધાને કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(SDRF)ના ધોરણો અનુસાર પાકના નુકસાન માટે સહાય મળશે. વધુમાં, નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના બજેટ હેઠળ રાજ્યના ભંડોળમાંથી પૂરક સહાય પૂરી પાડવામાં આવશે.

LEAVE A REPLY