-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે
-‘ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે
-એક વર્ષ કરતા ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના કરાર પર વાર્ષિક સરેરાશ એક ટકા સ્ટેમ્પ ડ્યુટીની જગ્યાએ હવે માત્ર રૂ.500ની સ્ટેમ્પ ડ્યૂટી લાગુ પડશે. વાણિજ્ય સ્થળોના કિસ્સામાં રૂ.1000ની સ્ટેમ્પ ડ્યૂટી
-રાજ્યમાં સર્વિસ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે કમિશનર ઓફ સર્વિસિસની નવી ઓફિસ ખોલવામાં આવશે.
-વારસામાં મળતી સંપત્તિમાં આવસાન પામેલી દીકરીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના કરાર પર વર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂ.200 સ્ટેમ્પ ડ્યુટી
-ગુજરાત સ્ટેમ્પ ધારાની-1958ની જોગવાઈ મુજબ હાલમાં રૂ.1 કરોડ સુધીની મોર્ગેજ લોન પર 0.25% લેખે મહત્તમ રૂ.25 હજારની સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.5,000 કરવાની દરખાસ્ત
-સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાને પગલે હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.
-સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે ટેક્સમાં 5% સુધી રીબેટ અપાશે
-મેક્સી કેટેગરીના વ્હિકલ માટે પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના ૮% તથા ૧૨%ના દરને બદલે એક જ દર એટલે કે ૬% દર રાખવામાં આવશે
-સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 22,000થી વધુ શિક્ષકની ભરતી કરશે
-કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાની યોજના
-‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ હેઠળ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 5000થી વધુ વર્ગખંડોની માળખાગત સુવિધામાં વધારા માટે ₹2914 કરોડની જોગવાઈ
-‘રાઇટ ટુ એજયુકેશન ઍક્ટ’ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઈ
-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
-મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે
-સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
