(ANI Photo)

ગુજરાત ટાઇટન્સે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચમાં દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સ સાતમાંથી પાંચ મેચ જીતી દસ પોઇન્ટ સાથે મોખરે પહોંચી ગઈ હતી જ્યારે દિલ્હીને ટીમ હવે બીજા ક્રમે આવી ગઈ હતી.

દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટે 203 રનનો મજબૂત ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવી 204 રન બનાવીને વિજય મેળવ્યો હતો. જોઝ બટલર 97 રન બનાવી અણનમ રહ્યો હતો. જોઝ બટલરે 54 બોલમાં 11 ચોગ્ગા અને ચાર સિક્સર સાથે અણનમ 97 રન ફટકાર્યા હતાં. રાહુલ તેવટિયા માત્ર ત્રણ બોલમાં એક સિક્સર અને એક ચોગ્ગા સાથે 11 રન ફટકારીને અણનમ રહ્યો હતો. બટલરની સાથે અગાઉ શેરફેન રૂધરફોર્ડ રમતો હતો ત્યારે પણ મોટા ભાગના રન તેના બેટથી આવ્યા હતા.

રૂરધરફોર્ડે 34 બોલમાં ત્રણ સિક્સર સાથે 43 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર સાઇ સુદર્શને 21 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું.

દિલ્હી કેપિટલ્સ વતી અભિષેક પોરેલ માત્ર નવ બોલ રમીને ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 18 રન ફટકાર્યા હતાં. કરુણ નાયરે 18 બોલમાં 31 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર અને બે ચોગ્ગાનો સમાવેશ થતો હતો. એલ રાહુલે 14 બોલમાં 28, કેપ્ટન અક્ષર પટેલે 32 બોલમાં બે સિક્સર સાથે 39, ત્રિસ્તાન સ્ટબ્સે 21 બોલમાં 31 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ શાનદાર બોલિંગ કરી ચાર ઓવરમાં 41 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી તો બાકીના ચાર બોલરે એક એક વિકેટ લીધી હતી. ગુજરાત તેની આગામી મેચમાં સોમવારે કોલકાતા ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે

LEAVE A REPLY