આઇપીએલ-2025માં 3 એપ્રિલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુવને આઠ વિકેટે હરાવીને ગુજરાતે સતત બીજી મેચમાં વિજય મેળવ્યો હતો અને બેંગુલુરુની વિજયકૂચ પર વિરામ મૂક્યો હતો.
ગુજરાતે ટોસ જીતીને બેંગલુરુને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતી. બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા.આ ટાર્ગેટના જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતાં.
મોહમ્મદ સિરાઝની પ્રભાવી બોલિંગ બાદ જોઝ બટલરની આક્રમક બેટિંગની મદદથી ગુજરાતે બેંગલોરનો 170 રનનો ટારગેટ 17.5 ઓવરમાં બે વિકેટે વટાવ્યો હતો. જોઝ બટર 73 રન કરીને અણનમ રહ્યો હતો. રૂધરફોર્ડ (30)એ વિજયી છગ્ગો ફટકાર્યો હતો.
ગુજરાત ટાઈટન્સે બેંગલોરના 170 રનના ટારગેટનો પીછો કરતા કેપ્ટન શુભમન ગિલ (14)ની વિકેટ ગુમાવ્યા બાદ ડાબોડી ઓપનર સાઈ સુદર્શનના 36 બોલમાં 49 રન અને વિકેટકીપર બેટ્સમેન જોઝ બટલરની 39 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 73 રનની મદદથી લડત આપી હતી.
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો યોગ્ય નિર્ણય લીધો હતો. અર્શદે બીજી જ ઓવરમાં વિરાટ કોહલીને (7) આઉટ કરીને આંચકો આપ્યો હતો. પાવરપ્લેમાં પડિક્કલ (4) અને સોલ્ટ (14) પણ પરત ફર્યા હતા. એક તબક્કે બેંગલોરે 104 રનમાં છ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ લિવિંગસ્ટોનનો નવ રન પર બાઉન્ડ્રી પર તેવટિયાએ કેચ છોડ્યો હતો અને તે જીવતદાનનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવતા 40 બોલમાં એક ચોગ્ગો અને પાંચ છગ્ગા સાથે 54 રન કરીને ઉઠાવ્યો હતો. લિવિંગસ્ટનોને પાંચમી વિકેટ માટે જીતેશ (33) સાથે 52 રન અને બાદમાં ટીમ ડિવેડ (32) સાથે સાતમી વિકેટ માટે 46 રનની પાર્ટનરશિપ કરીને આરસીબી માટે લડાયક સ્કોર ઉભો કર્યો હતો. સિરાઝે ત્રણ અને સાઈ કિશોરે બે વિકેટ લીધી હતી. અર્શદ, ક્રિષ્ના અને ઈશાંતે એક-એક વિકેટ મેળવી હતી.
