વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે તાજેતરમાં વારાણસીના લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને સંબંધિત કાર્યો સામેલ છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) કરવા માટે અંદાજિત નાણાકીય ખર્ચ રૂ. 2869.65 કરોડ થશે.

75,000 ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતી ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગની રચના 6 એમપીપીએની ક્ષમતા અને 5000 પીક અવર પેસેન્જર્સ (પીએચપી)ની ક્ષમતા માટે કરવામાં આવી છે. દરખાસ્તમાં રનવેને 4075 મીટર સુધી લંબાઇ વધારવા સુધી વિસ્તૃત કરવા અને 20 વિમાન પાર્ક કરવા માટે નવા એપ્રોન બનાવવાનો સમાવેશ થાય છે. વારાણસી એરપોર્ટને ગ્રીન એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ ઊર્જા ઓપ્ટિમાઇઝેશન, વેસ્ટ રિસાયક્લિંગ, કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો, સૌર ઊર્જાનો ઉપયોગ અને આયોજન, વિકાસ અને કામગીરીનાં તમામ તબક્કાઓ દરમિયાન અન્ય સ્થાયી પગલાંની સાથે-સાથે કુદરતી ડેલાઇટિંગને સામેલ કરીને પર્યાવરણને સંતુલિત કરવાની ખાતરી આપવાનો છે.

LEAVE A REPLY