ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ સત્રમાં સરકાર મહત્વપૂર્ણ પાંચ વિધેયકો રજૂ કરશે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી વિધેયક છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ (મેલીવિદ્યા) અટકાવવા તેનું નિવારણ કરવા બાબત વિધેયક 2024″ નામના આ બિલમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાયદા અંતર્ગત દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 5 હજારથી 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે.

LEAVE A REPLY