(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

દેવાગ્રસ્ત ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયામાં સરકાર તેનો હિસ્સો વધારીને 48.99 ટકા કરવા સંમત થઈ હોવાની કંપનીએ રવિવારે જાહેરાત કરી હતી. સ્પેક્ટ્રમ હરાજીના બાકી લેણાના બદલામાં સરકાર કંપનીના આશરે રૂ.36,950 કરોડના નવા શેરની ખરીદી કરશે, એમ કંપનીએ રવિવારે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું.

હાલમાં 22.6 ટકા હિસ્સો સાથે સરકાર કંપનીની સૌથી મોટી સિંગલ શેરહોલ્ડર છે. સરકારના હિસ્સામાં વધારા પછી પણ સરકાર તેના પર અંકુશ નહીં મેળવે અને તેનું સંચાલન અંકુશ પ્રમોટરો પાસે રહેશે.

કંપનીએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે ટેલિકોમ ક્ષેત્ર માટેના સપ્ટેમ્બર 2021ના રિફોર્મ એન્ડ સપોર્ટ પેકેજના ભાગરૂપે દૂરસંચાર મંત્રાલયે સ્પેક્ટ્રમના બાકી લેણાને ઇક્વિટી શેરમાં તબદિલ કરવાનો નિર્ણય કર્યો છે. ઇક્વિટી શેરમાં તબદિલ થનારી રકમ રૂ.36,950 કરોડ છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે 30 દિવસમાં શેરદીઠ રૂ.10ના ઇશ્યૂ ભાવે રૂ.10ની ફેસવૂલ્યના સરકારે 3,695 કરોડ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. સિક્યોરિી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સહિતના સંબંધિત સત્તાવાળાની જરૂરી આદેશ પછી સરકારને આ શેર જારી કરાશે. આ શેરની ફાળવણી પછી કંપનીમાં સરકારનો હિસ્સો હાલના 22.69 ટકાથી વધીને 48.99 ટકા થશે.

LEAVE A REPLY