(ANI Photo)
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ “જાતિ આધારિત વસ્તી ગણતરી” કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી કાઢી હતી.
રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સામાજિક અને આર્થિક માપદંડોને આધારે કોઇ સર્વેક્ષણો કરતી નથી.  અમે આવી વસ્તી ગણતરીનો કોઇ આદેશ જારી કર્યાં હતા.
બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ વિધાનસભા પક્ષ (CLP)ના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સંસાધનો અને બજેટની યોગ્ય ફાળવણી સુનિશ્ચિત કરવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. કેટલાક ચોક્કસ પ્રદેશો તેમજ સમુદાયોને બજેટ ફાળવણીમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. સરકાર પાસે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા વિશે કોઈ ડેટા નથી. પરિણામે નીતિઓ ઘડતી વખતે અથવા બજેટ ફાળવણી દરમિયાન કેટલાક ચોક્કસ સમુદાયો બાકાત રહી જાય છે. અમે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરીએ છીએ ત્યારે સરકાર કહે છે કે આવી સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. પરંતુ 2008ના ધારા હેઠળ રાજ્ય સરકાર આવા વસ્તી ગણતરી કરી શકે છે. જોકે આવી માગણી ફગાવી દેતા સરકારે જણાવ્યું હતું કે તે રાજ્ય સરકારની સત્તાની બહાર છે.

LEAVE A REPLY