વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને કારણે મંદીનું જોખમ ઊભું થયું છે ત્યારે સેફ હેવન તરીકે સોનાની ખરીદીમાં જોરદાર વધારો થયો હતો. ભારતમાં મંગળવાર, 23 એપ્રિલે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1 લાખની મનોવૈજ્ઞાનિક અને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં દેશમાં સોનાના ભાવમાં આશરે 26.43 ટકાનો જંગી વધારો થયો છે. ડોલરના સંદર્ભમાં જોઇએ તો સોનામાં ચાલુ વર્ષે અત્યાર સુધી 31 ટકાનું ધરખમ વળતર મળ્યું છે.
31 ડિસેમ્બરે સોનાનો ભાવ રૂ.78,700 પ્રતિ 10 ગ્રામ હતો, જે 21 એપ્રિલે રૂ.99,500 થયો હતો. આ સમયગાળામાં ચાંદીમાં પણ 12.14 ટકા જેટલું ઊંચું વળતર મળ્યું છે. વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવ પ્રતિઔશ આશરે 3,400 ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચ્યાં હતાં.

સોમવારે હાજર બજારમાં 3 ટકાના જીએસટી સાથે સોના રિટેલ ભાવ 10 ગ્રામ દીઠ રૂ.1 લાખને સ્પર્શ્યા હતા. એમસીએક્સમાં મંગવારે સોનાના જૂન વાયદાનો ભાવ રૂ.99,178ના અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવે ટ્રેડ થયો હતો.
ભારતમાં સોનાના ભાવમાં છેલ્લાં એક મહિનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.6,000 વધારોનો જંગી વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ)માં પણ ગોલ્ડ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું હતું.
ભારતમાં સોનાના ભાવમાં છેલ્લાં એક મહિનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.6,000 વધારોનો જંગી વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ)માં પણ ગોલ્ડ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું હતું.
સોનામાં તેજીનું મુખ્ય કારણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓ છે. તેનાથી વિશ્વભરના ચલણોની સરખામણીમાં ડોલરમાં નરમાઈ આવી છે અને સેફ હેવન તરીકે ડોલરના આકર્ષણમાં ઘટાડો થયો છે. અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદર ટ્રમ્પ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરીને તેમની હકાલપટ્ટી કરવાની પણ ધમકી આપી ચુક્યા છે. વેપાર યુદ્ધને કારણે કારણે અમેરિકામાં ફુગાવો વધવાનું જોખમ ઊભું છે, જે આર્થિક મંદી લાવી શકે છે.
વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે. 2 એપ્રિલે ટ્રમ્પે વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી તે પછી ડોલર ઇન્ડેક્સમાં સતત નરમાઈ આવી છે. આ સમયગાળામાં વિશ્વની અગ્રણી ચલણો સામે ડોલર ઈન્ડેક્સ 109ના રેકોર્ડ સ્તરથી તૂટીને 98.27ના સ્તરે આવી ગયો હતો. બીજી તરફ રૂપિયો સતત સુધરી રહ્યો છે, જેનાથી ભારતમાં સોનાના ભાવને પોઝિટવ અસર થઈ રહી છે.
ભાવમાં વધારાનું બીજુ એક મહત્ત્વનું કારણ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી છે. ચીન, ભારત, યુરોપ સહિતની સેન્ટ્રલ બેન્કો ડોલર રિઝર્વ ઘટાડીને ગોલ્ડ રિઝર્વમાં વધારો કરી રહી છે. વધુ આર્થિક મંદીની આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારોમાં અનિશ્ચિતતા ઊભી થાય છે, તેથી લોકો શેરોમાં રોકાણ કરવાની જગ્યાએ ગોલ્ડ જેવી સેફ હેવન એસેટમાં રોકાણ વાળે છે.