વાઇનના સેવન કરવા બાબતે વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક નવા અભ્યાસ-સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વાઇનનું સેવન હૃદય માટે ફાયદાકારક છે.
બાર્સેલોના યુનિવર્સિટીની એક ટીમને તેમના સંશોધનમાં જણાયું હતું કે, જે લોકો વાઇન પીતા નથી પરંતુ તેમની તુલનામાં જે લોકો દરરોજ રાત્રે તેના એક ગ્લાસનું સેવન કરે છે તેમના હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમ અડધું થઇ જાય છે. આ સંશોધકોએ કહ્યું હતું કે, અઠવાડિયામાં વાઇનની એક બોટલનું સેવન કરવું એ લોકો માટે સ્ટેટિન્સ, કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ લેવા જેટલું જ લાભકારી હોય શકે છે અને અગાઉના સંશોધન કરતાં તે સફેદ અથવા લાલ વાઇન “ઘણી વધારે રક્ષણાત્મક અસર” ધરાવે છે.
જ્યારે આ વિષયક અગાઉના સંશોધનોમાં લોકો કેટલી વાઇન પીવે છે તેની નોંઘ પોતાના પર આધારિત હતી, જ્યારે નવા અભ્યાસમાં જેમના પર સંશોધન કરવામાં આવ્યું હતું, તેમના પેશાબમાં ટારટેરિક એસિડ નામના કેમિકલના પ્રમાણને તપાસવા માટે ‘વધુ હેતુલક્ષી અને વિશ્વસનીય પદ્ધતિ’ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ટારટેરિક એસિડ એ દ્રાક્ષમાં કુદરતી રીતે જોવા મળતું કેમિકલ છે, જેના દ્વારા કોઈ વ્યક્તિએ છેલ્લા પાંચથી છ દિવસમાં કેટલો વાઇન પીધો છે તે તેના પેશાબને દ્વારા માપી શકાય છે.
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં પુખ્ત ઉંમરના 1,232 સ્પેનિશ લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ લોકોને હૃદયરોગ થવાનું વધુ જોખમ હતું અને તેમની સરેરાશ ઉંમર 69 વર્ષની હતી. તેમણે તેમના વાઇનના સેવનને માપવા માટે પેશાબના નમૂના આપ્યા હતા, અને તેમને ઓલિવ ઓઇલ, શાકભાજી અને માછલીનું ભોજન આપવામાં આવ્યું હતું. સંશોધનના આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદયરોગ સંબંધિત મૃત્યુના 685 કેસ નોંધાયા હતા.
વાઇનનું સેવન ન કરનારાઓની તુલનાએ, દર અઠવાડિયે ત્રણથી સાત ગ્લાસ વાઇનનું સેવન કરનાર લોકોમાં આવી સમસ્યાનું જોખમ 50 ટકા ઓછું રહેલું છે, જે અંગે સંશોધકોએ જણાવ્યું હતું કે વાઇન તમારા હૃદયને મદદ કરી શકે તેવા “મજબૂત” પુરાવા મળે છે. જે લોકોએ અઠવાડિયામાં એકથી ત્રણ ગ્લાસ વાઇનનું સેવન કર્યું હતું તેમનામાં હૃદય રોગનું જોખમ 38 ટકા ઓછું જણાયું હતું. જોકે, દિવસમાં વાઇનના એક કરતાં વધુ ગ્લાસનું સેવન કરનાર કોઈપણ વ્યક્તિમાં તેની રક્ષણાત્મક અસર જોવા મળી નહોતી.
આ સંશોધન અભ્યાસના મુખ્ય લેખક પ્રોફેસર રેમન એસ્ટ્રચે કહ્યું હતું કે, “પેશાબમાં ટારટરિક એસિડને માપવાની સાથે ભોજન અને પીણા અંગે પ્રશ્નો પૂછીને અમે વાઇનના ઉપયોગનું સચોટ માપ મેળવ્યું હતું. અમને સંશોધનમાં જણાયું હતું કે, વાઇનની સુરક્ષાત્મક અસર અન્ય અભ્યાસોમાં જોવા મળી હતી તેના કરતાં ઘણી વધુ હતી.
આ સંશોધન અભ્યાસ વાઇનના સેવન અંગેની યુકેની વર્તમાન માર્ગદર્શિકાને સ્વીકારે છે, જેમાં દર અઠવાડિયે 14 યુનિટ્સથી વધુ દારુના સેવનની સલાહ આપવામાં આવી નથી, જે છ પિન્ટ બિયર અથવા છ નાના ગ્લાસ વાઇનની સમકક્ષ છે.
પ્રોફેસર રેમન એસ્ટ્રચે વધુમાં જણાવ્યું હતું કે આ સંશોધન-અભ્યાસ “સંતોષકારક” પુરાવા રજૂ કરે છે કે વાઇન હૃદય માટે ફાયદાકારક હોય શકે છે.
વાઇન પ્રત્યેના પ્રેમ માટે જાણીતા ભૂમધ્યસાગર (મેડિટેરેનીયન)ના દેશોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ ઓછું છે, આ કથિત ‘ફ્રેન્ચ વિરોધાભાસ’ અંગે વૈજ્ઞાનિકો દાયકાઓથી મુંઝવણમાં છે. કેટલાક લોકોએ પોલીફેનોલ્સ નામના એન્ટીઓક્સિડન્ટ સંયોજજોને ધ્યાનમાં લીધું છે, જે વાઇનમાં વધુ પ્રમાણમાં હોય છે, ખાસ તો રેડ વાઇનમાં, જે જુની બીમારીઓમાં સુરક્ષિત રાખે છે.
જોકે, અન્ય નિષ્ણાતો જણાવે છે કે, એવા “નક્કર પુરાવા” છે કે દારૂનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર પૈલ લીસને કહ્યું હતું કે, “લોકો વારંવાર કહે છે કે ‘વાઇન હૃદય માટે સારું છે’, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે વાઇનનું વધુ પડતું સેવન ‘હૃદય માટે સારું નથી’, તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે વાઇનનું સેવન કેટલા પ્રમાણમાં સારું હોય શકે?
“આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દર મહિને ત્રણથી લઇને વધુમાં વધુ 35 ગ્લાસ વાઇન પીવાથી જોખમમાં ઘટાડો થાય છે. આ પ્રમાણથી વધુ વાઇનનું સેવન કરવાથી કોઇ લાભ થતો નથી. આથી, અઠવાડિયામાં એક બોટલથી વધુ વાઇનનું સેવન કરવું જોઇએ નહીં, અથવા વધુમાં વધુ, દારૂના દસ યુનિટનું સેવન કરવું હિતાવહ છે.
એક્સપર્ટ કહે છે કે, દારુનું વધુ પડતું સેવન હૃદય માટે નુકસાનકારક રહે છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સીનિયર ડાયેટિશિયન ટ્રેસી પાર્કરે જણાવ્યું હતું કે, દારુના વધુ પડતા સેવનથી હાઇબ્લડ પ્રેશર, વાસ્ક્યુલર ડીમેન્શિયા, લિવરની સમસ્યા અને કેટલાક કેન્સર જેવી તકલીફોનું જોખમ વધી જાય છે.

LEAVE A REPLY