(Photo by Steve Haag/Gallo Images/Getty Images)

પાકિસ્તાનના વ્હાઈટ-બોલ કોચ ગેરી કર્સ્ટને સોમવારે તેમની નિમણૂકના છ મહિનાની અંદર દેશના ક્રિકેટ બોર્ડ સાથે અણબનાવના કારણે રાજીનામું આપ્યું હતું. 56 વર્ષીય દક્ષિણ આફ્રિકન ખેલાડીની પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ આ વર્ષના એપ્રિલના અંતમાં નિમણૂક કરી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે ગેરી કર્સ્ટનના રાજીનામાને સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે જેસન ગિલેસ્પી આવતા મહિને ઓસ્ટ્રેલિયાના વ્હાઇટ-બોલ પ્રવાસમાં પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમનું કોચિંગ કરશે. જોકે રેડ-બોલના કોચ ગિલિસ્પીએ જણાવ્યું હતું કે તેઓ મર્યાદિત ઓવરોની મેચમાં કોચ તરીકે કાયમી ભૂમિકામાં રસ ધરાવતા નથી.

પીસીબીએ કર્સ્ટનના અચાનક રાજીનામાનું કારણ જણાવ્યું ન હતું, પરંતુ સ્ત્રોતે પુષ્ટિ કરી હતી કે બોર્ડે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી ત્યારે કર્સ્ટનને સામેલ કર્યા ન હતાં. પીસીબીએ કોચની પસંદગીની સત્તા પાછી ખેંચી લીધી છે. પસંદગી હવે ફક્ત પસંદગી સમિતિનું કાર્યક્ષેત્ર છે. અન્ય એક સૂત્રે જણાવ્યું હતું કે બોર્ડે પસંદગી અને ટીમની અન્ય બાબતોમાં જે રીતે તેમની સત્તાઓ છીનવી લીધી હતી તેનાથી કર્સ્ટન ખુશ ન હતાં અને તેમણે રાજીનામું મોકલતા પહેલા રવિવારે અધ્યક્ષ મોહસિન નકવીને આ સ્પષ્ટ કર્યું હતું

LEAVE A REPLY