અમેરિકામાં ભૂતપૂર્વ કોંગ્રેસવુમન તુલસી ગબ્બાર્ડે ડોનાલ્ડ ટ્રમ્પે જેમને વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જાહેર કર્યા છે તે જેડી વેન્સ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ટીકા કરી હતી. ગબ્બાર્ડે કહ્યું હતું કે, “સ્વાર્થી રાજકારણીએ હોદ્દા પર રહેવું જોઇએ નહીં.” દેશનાં વાઇસ પ્રેસિડેન્ટે અમેરિકવાસીઓને આપેલી ચેતવણીની ગબ્બાર્ડે ટીકા કરીને કહ્યું હતું કે, કમલા હેરિસ તેમની પોતાની રાજકીય મહત્વાકાંક્ષાથી પ્રેરિત છે. હેરિસે કહ્યું હતું કે, જેડી વેન્સ માત્ર ટ્રમ્પને જ વફાદાર રહેશે, દેશને નહીં. સોશિયલ મીડિયા સાઇટ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં તુલસી ગબ્બાર્ડે જણાવ્યું હતું કે જેડી વેન્સે 9/11ના હુમલા મરીન કોર્પ્સમાં જોડાયા હતા અને 2005માં તેમને ઇરાકમાં તહેનાત કરવામાં આવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, “શું કમલા હેરિસ ભૂતકાળમાં ક્યારેય પણ આપણા દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર હતાં ખરાં?” કમલા હેરિસે બુધવારે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના “કટ્ટરવાદી” એજન્ડા માટે જેડી વેન્સ “રબર સ્ટેમ્પ” તરીકે કામ કરશે. તેમના આ નિવેદન પછી હવાઇનાં ભૂતપૂર્વ કોંગ્રેસવુમને તેમનું આ નિવેદન આપ્યું હતું.

LEAVE A REPLY