ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાંસ મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોંને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા અનુરોધ કર્યો હતો. બંને દેશના વડાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ફ્રાન્સે ભારતમાં નિર્મિત પિનાક રોકેટ લોન્ચર ખરીદવામાં આતુરતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી પિનાક રોકેટ લોન્ચરની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે. બંનેએ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ગાઢ સંકલન કરવા તૈયારી દર્શાવી હતી. મેક્રોને યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદ માટે ફ્રાન્સના મજબૂત સમર્થનની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY