પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગોંડલ નજીક રાજકોટ નેશનલ હાઈવે પર મંગળવાર વહેલી સવારે બે કાર વચ્ચેના અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. ત્રણ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે એકનું નજીકની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ડ્રાઈવરે ગોંડલ નજીક અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે આગળ આવી રહેલી બોલેરો એસયુવી સાથે અથડામણ થઈ હતી. અથડામણની માહિતી મળતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સહિત ઇમરજન્સી રિસ્પોન્સર્સ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતાં.અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના સંપૂર્ણપણે ભુક્કા બોલી ગયા હતા. બોલેરો ગોંડલની સંધીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી હતી. બંને વાહનો પલટી મારી ગયા હતા.

સત્તાવાળાઓએ ગોંડલના બે અને ધોરાજીના બે યુવકોના મોતને પુષ્ટી આપી હતી. ચાર મૃતકોમાં બોલેરોમાં સવાર બે યુવકો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (35) અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજા (39) બંને ગોંડલના હતા. સ્વીફ્ટ કારમાં સવાર યુવકો વિરેન દેશુરભાઈ કરમટા અને સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા બંને ધોરાજીના હતા.

LEAVE A REPLY