ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન અંતે રાંચી ખાતે ભાજપમાં જોડાયા હતાં. કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં સોરેન તથા તેમના સંખ્યાબંધ સમર્થકોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બીસ્વા સરમા પણ ઉપસ્થિત રહ્યા હતા
ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનના એક સમયના નજીકના સહયોગી રહેલા સોરેને બુધવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. શિબુ સોરેનને લખેલા પત્રમાં, 67 વર્ષીય નેતાએ જણાવ્યું હતું કે, “મેં ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું કે હું જેએમએમ છોડીશ. ભૂતકાળની ઘટનાઓએ મને ખૂબ જ પીડા સાથે આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો…મને એ જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે પક્ષ તેના સિદ્ધાંતોથી ભટકી ગયો છે.” ભાજપમાં જોડાયા પછી સોરેને જણાવ્યું હતું કે, પક્ષમાં હું અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો. જેને કારણે મેં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર કર્યો હતો. જોકે લોકોના સમર્થનને પગલે મેં તે નિર્ણય પડતો મૂક્યો હતો મેં ઝારખંડ આંદોલન વખતની કપરી સ્થિતિ અનુભવી છે. એક તબક્કે મેં નવી પાર્ટી રચવાનો અથવા તો અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો વિચાર કર્યો હતો પણ એ ઘણી વાત પર મક્કમ હતો કે હવે હું પક્ષમા હવે ઉપર નહીં રહું છેવટે મેં ઝારખંડના લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY