પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ફાસ્ટ ફેશન બ્રાન્ડ ફોરએવર 21 આ મહિના અંત સુધીમાં અમેરિકામાં તેના તમામ સ્ટોર્સ બંધ કરશે. શીન અને ટેમુ જેવી કંપનીઓની વધતી જતી સ્પર્ધા વચ્ચે કંપનીએ ગયા મહિને બીજી વખત નાદારીની અરજી દાખલ કરી હતી.
કંપનીએ સૌપ્રથમ 2019માં ચેપ્ટર 11 હેઠળ નાદારીની અરજી કરી હતી અને ત્યારબાદ 200 જેટલા સ્ટોર્સ બંધ કરી દીધા હતાં. રોઇટર્સના જણાવ્યા અનુસાર ફોરએવર 21ના ​​સમગ્ર યુ.એસ.માં 350થી વધુ સ્ટોર્સ છે અને કંપનીનો દાવો છે કે તે વિશ્વભરમાં 540 સ્થળોએ કાર્યરત છે.
૧૯૮૪માં કોરિયન ઇમિગ્રન્ટ્સ જિન સૂક ચાંગ અને દો વોન ચાંગ દ્વારા સ્થાપિત કંપનીએ અત્યંત સ્પર્ધાત્મક ભાવે ટ્રેન્ડ મુજબના વસ્ત્રો સાથે ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. H&M અને એબરક્રોમ્બી એન્ડ ફિચ સામે સ્પર્ધા વચ્ચે કંપનીનું વેચાણ ૨૦૦૫ સુધીમાં ૧ બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું અને તે ૨૦૧૫ સુધીમાં ૪ બિલિયન ડોલરને વટાવી ગયું હતું.
ફોરએવર 21ની વેબસાઇટ કાર્યરત રહેશે અને તેના સ્ટોરનું વેચાણ કરાશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ હકની માલિકી ધરાવતું ઓથેન્ટિક બ્રાન્ડ્સ ગ્રુપ અન્ય ઓપરેટરોને બ્રાન્ડનું લાઇસન્સ આપી શકે છે. ઓથેન્ટિક બ્રાન્ડ ગ્રુપે સિમોન પ્રોપર્ટી ગ્રુપ સાથે મળીને ફેબ્રુઆરી 2020માં ફોરએવર 21ને $81 મિલિયનમાં નાદારીની પ્રક્રિયા મારફત ખરીદી હતી.

LEAVE A REPLY