પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાએ સતત બીજા વર્ષે ભારતમાં એક મિલિયન (10 લાખ)થી વધુ નોન ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા હતાં. તેમાં રેકોર્ડ સંખ્યામાં વિઝિટર વિઝાનો સમાવેશ થાય છે. અમેરિકા 2025માં અમેરિકામાં જ H-1B વિઝાને રિન્યૂ કરવાની સુવિધા ઊભી કરવા માટે કામગીરી કરી રહ્યું છે. તેનાથી ભારતના ખાસ કરીને ટેકનોલોજી પ્રોફેશનલને લાભ થવાની ધારણા છે.

યુએસ મિશને જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાંથી મુલાકાતીઓની સંખ્યામાં પાંચ ગણો ઉછાળો આવ્યો છે. 2024ના પ્રથમ 11 મહિનામાં 20 લાખથી વધુ ભારતીયોએ યુ.એસ.ની મુસાફરી કરી હતી, જે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં 26 ટકા વધુ છે. 50 લાખથી વધુ ભારતીયો પાસે પહેલેથી જ યુ.એસ.ની મુલાકાત લેવા માટે નોન-ઇમિગ્રન્ટ વિઝા છે અને દરરોજ મિશન હજારોની સંખ્યામાં વધુ વિઝા ઇશ્યૂ કરે છે.

યુએસ મિશને જણાવ્યું હતું કે ભારતના યુએસ મિશને સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા હતાં, જેમાં વિઝિટર વિઝાની રેકોર્ડ સંખ્યાનો સમાવેશ થાય છે, જે પ્રવાસન, બિઝનેસ અને શિક્ષણ માટે અમેરિકાની મુસાફરી માટે ભારતીયોની જંગી માંગનો સંકેત આપે છે. અમેરિકાના વિદેશ વિભાગે આ વર્ષે યુએસમાં H-1B વિઝા રિન્યૂ કરવાનો સફળ પાયલોટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

આનાથી ભારતના ઘણા પ્રોફેશનલ્સ યુએસ છોડ્યા વિના તેમના વિઝા રિન્યૂ કરાવી શકે છે. આ પાયલોટ પ્રોગ્રામથી હજારો અરજદારો માટે વિઝા રિન્યૂની પ્રક્રિયા સરળ બની છે. વિદેશ વિભાગ 2025માં યુએસ-આધારિત રિન્યુ પ્રોગ્રામ વિધિવત ચાલુ કરવા માટે કામગીરી કરી રહ્યું છે. યુએસ મિશનને હજારો ઇમિગ્રન્ટ વિઝા પણ જારી કર્યા હતા. ઇમિગ્રન્ટ વિઝા હોલ્ડર્સ તેમના આગમન પર કાયમી રેસિડેન્ટ બને છે.ભારતમાં રહેતા અને મુસાફરી કરતા અમેરિકન નાગરિકોને યુએસ મિશને 24,000થી વધુ પાસપોર્ટ અને અન્ય કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડી છે.

ભારતીય વિદ્યાર્થીઓની જારી કરાયેલા વિઝાની વિગતો આપતા મિશને જણાવ્યું હતું કે પહેલાં કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે યુએસ સ્ટુડન્ટ વિઝા છે. 2024માં ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલો ટોચનો દેશ બન્યો હતો. હાલમાં અમેરિકામાં આશરે 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભારતે બીજા વર્ષ માટે યુએસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્નાતક વિદ્યાર્થીઓ મોકલ્યા હતાં. ભારતીય સ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા 19 ટકા વધીને લગભગ 200,000 થઈ છે.

LEAVE A REPLY