(Photo: X/@FoodspeedLtd)

લંડનમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગો સહિત 500થી વધુ ગ્રાહકોને દૂધ, ડેરી ઉત્પાદનો અને અન્ય સરસામાન સપ્લાય કરતી કંપની ફૂડસ્પીડને રાજવી પરિવારને પણ તાજુ દૂધ, ડેરી ઉત્પાદનો અને અન્ય સરાસામાન પૂરો પાડવા બદલ શાહી વોરંટ આપવામાં આવ્યું છે. 15 વર્ષથી શાહી પરિવારની સેવા કરતી આ કંપની 2012થી મહારાણી એલિઝાબેથનું શાહી વોરંટ ધરાવે છે.

ફૂડસ્પીડના સીઈઓ બોબી બાવાએ આ માન્યતા પ્રાપ્ત કરવા બદલ ગર્વ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.

શાહી વોરંટ ધરાવતી કંપનીઓ પાંચ વર્ષ સુધી શાહી પરિવારને માલ અથવા સેવાઓ સપ્લાય કરવા માટે માન્ય બને છે અને વોરંટ ધરાવતી આવી કંપનીઓ તેમના પ્રોડક્ટના પેકેજિંગ, જાહેરાત અથવા સ્ટેશનરી પર શાહી કોટ ઓફ આર્મ્સ પ્રદર્શિત કરવાની પરવાનગી ધરાવે છે.

ચોકલેટ બનાવતી કંપની કેડબરીને 170 વર્ષમાં પ્રથમ વખત આ યાદીમાંથી બહાર કરવામાં આવી છે.

(Photo: X/@FoodspeedLtd)

LEAVE A REPLY