નવું ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કેવું રહેશે તેની ચર્ચા ફિલ્મકારો, સમીક્ષકો અને દર્શકોમાં થઇ રહી છે. નિષ્ણાતોના મત પ્રમાણે 2025માં પાંચ મુખ્ય ટ્રેન્ડ્સ જોવા મળશે. નવા વર્ષે જે વલણ જોવા મળશે તેમાં ગત વર્ષનો અનુભવ મુખ્ય આધાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, બોલીવૂડની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ આ ફેરફાર જોવા મળશે.
સાંસ્કૃતિક ફિલ્મોની આ વર્ષે પણ માગ વધશે
ગત વર્ષની સૌથી સફળ ફિલ્મ ‘પુષ્પા-2’ દ્વારા એક નવો ટ્રેન્ડ સ્થપાયો છે. પુષ્પાની સફળતા જણાવે છે કે, સિનેમાનું ક્ષેત્ર હવે ભાષા, સંસ્કૃતિ અને વિસ્તારના બંધનોમાંથી બહાર નીકળી ચૂક્યું છે. આ ઉપરાંત એસ. શંકરની નવી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની ઘણી ચર્ચા છે. આ તેલુગુ ફિલ્મમાં કિયારા આડવાણી અને રામચરણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, ગત વર્ષે ‘સ્ત્રી-2’ અને ‘લાપતા લેડીઝ’ જેવી નાના બજેટની ફિલ્મોને પણ દર્શકોએ પસંદ કરી હતી. એકંદરે 2024 બોલિવૂડ માટે વિશેષ રહ્યું નથી. કહેવાય છે કે, આ વર્ષે પણ સાંસ્કૃતિક ફિલ્મોની માગ જોવા મળશે.
સીક્વલ ફિલ્મો દ્વારા સફળતા મેળવવાની સ્પર્ધા
હોલીવૂડમાં યુનિવર્સ ફિલ્મોનો ટ્રેન્ડ છે. માર્વલની એવેન્જર્સ હોય કે ડીસીની સુપરહીરો ફિલ્મો. આ જ રણનીતિ હવે બોલીવૂડમાં પણ ચાલી રહી છે. ગત દિવાળીએ રોહિત શેટ્ટીની અને અનીઝ બાઝમીની ફિલ્મો એક સાથે રિલીઝ થઈ હતી. સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભૂલૈયા-૩’ બંનેએ બોક્સ ઓફિસ પર ટંકશાળા પાડી હતી. આ દિવાળીએ દિનેશ વિઝન પોતાના હોરર યુનિવર્સમાં નવી હોરર લવ સ્ટોરી ‘ઠામા’ લાવી રહ્યા છે. આ જ રીતે યુનિવર્સ ફિલ્મોમાં આદિત્ય ચોપડાની ધોર-2′ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. કિસમસ પર આલિયા ભટ્ટ અને શર્વરી વાપ પોતાની મિશન ઈમ્પોસિબલ જેવી સિરીઝ લાવી રહી છે. અલ્કા ફિલ્મ દ્વારા આદિત્ય ચોપડા પ્રથમ મહિલા સ્પાય યુનિવર્સ લાવશે. અજય દેવગણની રેડનો બીજો ભાગ આવી રહ્યો છે.
બોલીવૂડ-સાઉથનું મિશ્રણ
વર્ષ 2024નો મોટો બોધપાઠ એ રહ્યો કે, ફિલ્મ નિર્માતા હવે જુદી-જુદી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને તેમની ક્ષમતાના મિશ્રણ સાથે ફિલ્મને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘કલ્કી 2898 એડી’માં જેવી રીતે અમિતાભ અને પ્રભાસ હતા. ત્યાર પછી હવે બીજી એક મોટી ક્રોસઓવર ફિલ્મ ‘કન્નપ્પા’ આવી રહી છે. જે એક તેલુગુ માઈથોલોજિકલ ફિલ્મ છે. જેમાં વિષ્ણુ માંશુ, મોહન બાબુ અને પી. શરથ કુમાર મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, પ્રભાસ અને મોહનલાલ જેવા કલાકારો કેમિયો કરી રહ્યા છે. ‘ક્રોસ ઓવર’નો વધતો ટ્રેન્ડ મજબૂત બન્યો છે. જેમકે, ‘કુલી’ ફિલ્મ છે, જે રજનીકાંતની 171મી ફિલ્મ હશે અને તેમાં નાગાર્જુન પણ હશે. આ જ રીતે થલાપતિ 697માં વિજય, બોબી દેઓલ અને પૂજા હેગડે છે.
મોટા કલાકારો ફિલ્મોમાં નવા પ્રયોગો કરશે
ચોથો મોટો ટ્રેન્ડ હોરર કોમેડી ફિલ્મોનો છે. ‘સી-2’ અને ‘ભૂલ ભૂલૈયા-૩’ની સફળતા જણાવે છે કે, હોરર કોમેડી જોનર 2025ની સફળતાની ફોર્મ્યુલા બની શકે છે. હવે 2025માં પ્રભાસ હોરર કોમેડી ફિલ્મ રાજા સાબ’માં દેખાશે. ‘સ્ત્રી-2’ અને ‘ભૂલ ભૂલૈયા-3’એ સાબિત કર્યું છે કે, હોરર જોનર જેને અગાઉ બી-ગ્રેડ એન્ટરટેઈનમેન્ટ મનાતું હતું તે હવે એક સુપહિટ ફોર્મ્યુલા બની શકે છે. આજકાલ મોટા અભિનેતાઓ પણ એક્સપરિમેન્ટ કરવા તૈયાર છે. આયુષ્માન ખુરાના મૂંજ્યા’માં એક માણસમાંથી વેમ્પાયર બન્યો છે, જેનું દિગ્દર્શન આદિત્ય સરપોતદારે કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ‘વન ફોર્સ ઓફ ફોરેસ્ટ’માં માઈથોલોજિકલ ફોક હોરરને એક્સપ્લોર કરી રહ્યા છે.
નાના શહેરોના દર્શકોને ધ્યાનમાં લેવાશે
ભારતમાં અગાઉના જમાનામાં સિંગલ સ્ક્રીન થીયેટર ખૂબ જ જાણીતા હતા. જોકે, હવે ભારતમાં સીંગલ સ્ક્રીન મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને હાઉસિંગ કોમ્પલેક્સમાં પરિવર્તિત થઈ રહ્યા છે. આપણે બે મોટા દેશની સરખામણી કરી શકીએ છીએ. ચીનમાં પાંચ વર્ષમાં સ્ક્રીનની સંખ્યા 5,000થી વધીને 40,000 થઈ ગઈ છે. જ્યારે ભારતમાં સિંગલ સ્ક્રીન થિયેટરની સંખ્યા મર્યાદિત થઈ ગઈ છે, જે 6,000થી પણ ઓછા રહ્યા છે અને અત્યારે માત્ર 1000 જ જેટલા કાર્યરત છે. જોકે, બે વર્ષ પહેલા મોટી એક્શન ફિલ્મો જેમકે ‘ગદર-2’, ‘જયાન’ અને ‘પઠાણ થી સિંગલ સ્ક્રીન થીયેટર્સનો બિઝનેસમાં વધારો થયો હતો. આજકાલ પુષ્પા-2 તે માર્ગે છે. આથી 2025ની આશામાં સની દેઓલની ‘જાટ’, ‘બાગી-4’ અને ‘ગેમ ચેન્જર’ જેવી ફિલ્મો જો બ્લોકબસ્ટર સાબિત થાય છે તો સિંગલ સ્ક્રીન થિયેટર્સનું ભવિષ્ય ઉજળું બનશે.