ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો ગુજરાતમાં સોમવારે પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા બે મહિનાના બાળકનો સોમવારે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે લોકોને ગભરાવા ન ફેલાવાની અપીલ કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વાઈરલ ઈન્ફેક્શનને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.
રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી બાળકને 24 ડિસેમ્બરે શ્વસન સંબંધિત ચેપના લક્ષણો સાથે ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ટેસ્ટ પછી તે HMPV માટે પોઝિટિવ આવ્યો હતો. 6 ડિસેમ્બરે દર્દીમાં HMPV (ચેપ) જોવા મળ્યો હતો, પરંતુ ખાનગી હોસ્પિટલે અમને મોડેથી જાણ કરી હોવાથી અમને આજે તેના વિશે જાણ થઈ હતી.દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને હવે તેની હાલત સ્થિર છે