(ANI Photo)

કેનેડાના વાનકુવરમાં વિક્ટોરિયા આઇલેન્ડ પર પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર કથિત રીતે  ફાયરિંગ કરાયું હતું. આ ઘટના રવિવાર, 1 સપ્ટેમ્બરે બની હતી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદારા નામના વ્યક્તિએ આ ફાયરિંગની જવાબદારી લીધી હતા. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાની ચકાસણી કરી રહી છે. કેનેડાની પોલીસે આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ અંગેનો એક કથિત વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં દેખાય છે ધિલ્લોનના ઘરની બહાર ઊભેલો માણસ રાત્રે અનેક ગોળીબાર કરે છે.એપી ધિલ્લોન બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા આઇલેન્ડ પર રહે છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગસ્ટર રોહિત ગોદારા દાવો કર્યો હતો કે  ધિલ્લોને એક મ્યુઝિક વીડિયોમાં સલમાન ખાનને દર્શાવ્યા બાદ ગાયકના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. તેને કથિત પોસ્ટમાં ગાયકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ગેંગસ્ટરનો દાવો છે કે તે લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં ગાયક ગિપ્પી ગ્રેવાલના ઘરે કથિત ગોળીબારની જવાબદારી લીધી હતી. એપ્રિલમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઇકલ પર સવાર બે વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો અને સ્થળ પરથી ભાગી ગયા હતા. મુંબઈ પોલીસે આ ઘટનાના સંબંધમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને “વોન્ટેડ આરોપી” જાહેર કર્યા હતાં.

 

LEAVE A REPLY