REUTERS/Brendan McDermid

પેન્સિલવેનિયામાં શનિવારે એક ચૂંટણી રેલીમાં એક બંદૂકધારીએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી ફાયરિંગ કર્યા હતાં. આ હુમલામાં ટ્રમ્પનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ એક ગોળી તેમના કાનને વીંધીની નીકળી ગઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજા બે લોકોને ગંભીર ઇજા થઈ હતી. સિક્રેટ સર્વિસના એજન્ટોએ પુરુષ હુમલાખોરોને પણ ઠાર કર્યો હતો.

78 વર્ષીય ટ્રમ્પ બટલર ટાઉનમાં ભરચક આઉટડોર ચૂંટણી રેલીમાં બોલી રહ્યાં હતાં ત્યારે સંખ્યાબંધ ગોળીબાર થયાં હતાં. વીડિયો ફૂટેજમાં દેખાય છે કે ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યારે ટ્રમ્પે પોતાના કાન દબાવી દીધા હતાં. રેલીમાં નાસભાગ મચી હતી. આ સમયે ચીસો સંભાળતી હતી કે  “ગેટ ડાઉન, ગેટ ડાઉન,!” સિક્રેટ સર્વિસના એજન્ટોએ ટ્રમ્પને ઘેરી લીધા હતાં. ટ્રમ્પ જે મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા, બંદૂકધારી ત્યાંથી લગભગ 120 મીટર દૂર એક મેન્યુફેક્ચરિંગ કંપનીની છત પર ઊભો હતો. તેને ત્યાંથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને ગોળીબાર કર્યો હતો.

ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે લાવવામાં આવ્યા ત્યારે તેમના કાનમાંથી લોહી વહેતું હતું. જોકે તેમને નીડરતાંથી ફાઇટ કરવા લોકોને હાકલ કરી હતી. આ પછી ટ્રમ્પને કારમાં બેસાડીને પિટ્સબર્ગ વિસ્તારની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

આ હુમલાની ટ્રમ્પની હત્યાના પ્રયાસ તરીકે તપાસ ચાલુ થઈ હતી. ટ્રમ્પ કેમ્પેઇનના પ્રવક્તાએ કહ્યું હતું  કે જઘન્ય કૃત્ય પછી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ “ફાઇન” છે.

FBIએ બંદૂકધારીની ઓળખ બેથેલ પાર્કના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરી હતી. હુમલાખોર રિપબ્લિકન તરીકે મતદાન કરવા માટે રજિસ્ટ્રર્ડ છે.

તપાસ ટીમ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરનો ઇરાદો શું હતો. આ સાથે તેના કોની સાથે સંબંધો હતા તેની પણ તપાસ ચાલુ કરાઈ હતી. અહેવાલો અનુસાર, મેથ્યુ એક નિર્માણાધીન પ્લાન્ટની છત પર હતો, જ્યાંથી તેણે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી. જોકે, ટ્રમ્પ નસીબદાર હતા કે ગોળી તેમના કાનમાંથી નીકળી ગઈ હતી. આ પછી તરત જ સુરક્ષા સેવાએ તેને ત્યાંથી બહાર કાઢયા હતા.

 

LEAVE A REPLY