(PTI Photo)

એપલના આઇફોનના કમ્પોનન્ટનું ઉત્પાદન કરતાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં ભીષણ આગને કારણે 28 સપ્ટેમ્બરથી ઉત્પાદન કાર્ય બંધ થયું હતું. જોકે કંપનીએ ગુરુવાર, 3 ઓક્ટોબરથી આંશિક ધોરણે ઉત્પાદન ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ એપલના આઈફોન 15 અને આઈફોન 16 સીરીઝ માટે હોસુર ફેક્ટરીમાં સ્માર્ટફોનની બેક પેનલ અને બીજા કમ્પોનન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે.

તામિલનાડુના હોસુર ખાતે ટાટા ઈલેક્ટ્રોનિક્સના ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ફેક્ટરીના કેમિકલ ગોડાઉનમાં 28 સપ્ટેમ્બરથી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. આગને કારણે ઉત્સવોની સિઝન પહેલા ઉત્પાદનને અસર થઈ હતી. તેનાથી એપલને ચીન કે બીજા જગ્યાએ કમ્પોનન્ટના સપ્લાયની વ્યવસ્થા કરવાની ફરજ પડે તેવી શક્યતા છે.

LEAVE A REPLY