ANI PHOT0
જોન અબ્રાહમની નવી ફિલ્મ વેદા તાજેતરમાં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ સત્ય ઘટના અને જાતીવાદ પર આધારિત છે. આ ફિલ્મમાં એક્શનની સાથે ઇમોશનલ સ્ટોરી પણ રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કથા વેદા (શર્વરી વાઘ) નામની એક યુવતીની છે જે પછાત વર્ગના પરિવારની છે. તે બોક્સિંગ શિખવા ઇચ્છે છે. પરંતુ તેના માટે તે ઇચ્છા પૂર્ણ કરવી એટલી સરળ નથી.
આ માટે તેને કોઈ મદદ કરતું નથી. તેને જે મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેના પર આ ફિલ્મ આધારિત છે. વેદા ગામના સરપંચ જીતેન્દ્ર પ્રતાપ સિંહની સામે પડે છે. જીતેન્દ્ર એક રાજકારણી છે અને તે પછાત વર્ગના લોકોને ધિક્કારે છે. આસપાસના ગામમાં તેની ધાક છે. અહીં અભિમન્યુ (જોન અબ્રાહમ)નો ફિલ્મમાં પ્રવેશ થાય છે. તે જીતેન્દ્ર પ્રતાપ સિંહ સામેની લડાઈમાં વેદાને મદદ કરે છે. અભિમન્યુ ગોરખા રેજીમેન્ટના જવાન છે, તેની સેનામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તે ગામમાં જ યુવાનોને ટ્રેનિંગ આપે છે અને પછી વેદાને સહાય કરે છે. આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.

LEAVE A REPLY